Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (04-07-2016 થી 10-07-2016 સુધી)

સાપ્તાહિક રાશિફળ : 03 થી 9 જુલાઈ 2016
, સોમવાર, 4 જુલાઈ 2016 (15:32 IST)
મેષ(Aries) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યુ  છે , જે તમને ઉત્તમ ભૌતિક સુખ મેળવવાના સંકેત આપી રહ્યા છે. અઠવાડિયાનો શરૂઆતી અને મધ્યભાગ તમારી રાશિ માટે શુભ ફળદાયક બન્યો રહેશે. આ સમયે લઘુપ્રવાસ અને વ્યવસાય કે પરિવાર સાથે સંકળાયેલી કોઈ નવી યોજના આકાર લેશે. ભાઈ-બેન અને મિત્રોની તરફથી મદદ મળવાની આશા રાખી શકો છો. એમની સાથે સંબંધોમાં મધુરતા આવશે . આર્થિક લાભ કાર્યસિદ્ધીના અવસરોથી પણ ના નહી કરી શકાય.  અઠવાડિયાના મધ્ય ભાગમાં સુખ અને આનંદની ભાવનાનો  અનુભવ થશે. પરિવારમાં સુખ શાંતિથી પરિવારના સાથે સમય વ્યતીત કરશો. વાહન અને મકાન સંબંધી કોઈ શુભ કામ થઈ શકે છે અને તમારી સંતાન સંબંધી ચિંતા પણ વધી શકે છે. આ સમયે પ્રિય માણસ સાથે મતભેદ થવાની શક્યતા છે. 
webdunia
webdunia

વૃષભ (Tauras)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે ,અને મંગળ માર્ગી થઈ રહ્યું છે. આ બન્ને ગ્રહની બદલાયેલી સ્થિતિ તમને શુભ ફળ આપી શકે છે. અઠવાડિયાની શરૂઆત અને મધ્યભાગ તમારા માટે વધારે શુભ રહેશે. તમે માનસિક પ્રસન્નતા સાથે અઠવાડિયાની શરૂઆત કરશો. વૈચારિક સકારાત્મકતા રહેશે અને કેટ્લા મહત્વપૂર્ણ કાર્ય પૂરા થવાથી તમે મન મનમાં આનંદ અનુભવ કરશો. વ્યવસાયમાં વિસ્તાર કે આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે કાર્ય કરી શકો છો. આમ તો પરિવારમાં મતભેદની શકયતા બની રહેશે પણ નવી વસ્તુ ખરીદારી થઈ શકે છે. અઠવાડિયાના મધ્યભાગ નાની યાત્રાના સંકેત આપી રહ્યા છે. બિજનેસ અને નૌકરી માટે બહાર જવાના યોગ છે. ભાઈ -બેન અને મિત્રો સાથે સંબંધ મધુર રહેશે અને કામ -કાજમાં એમનું સહયોગ કે માર્ગદર્શન મળતું રહેશે. અઠવાડિયાના અંતિમ ભાગ અપેક્ષા મુજબ શુભ ફળ નહી આપી શકે. આ સમયે તમે ખોટા નિર્ણય આ રીતની શાકયતા બની રહી છે. ભૂમિ મકાન અને વાહનની ચિંતા રહી શકે છે અને આત્મવિશ્વાસના અભાવમાં ઈચ્છિત કામ પૂરા નહી થશેૢ અઠવાડિયાના અંતિમ દિવસ સ્થ્તિ થોડી સુધરતી નજર પડશે. 
webdunia
મિથુન (Gemini)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી જે આપણું ધન સ્થાન છે , તમારા માટે શુભ ફળદાયી રહેશે. અત્યારે વક્રી ચાલી રહ્યા મંગળ આ અઠવાડિયા માર્ગી થવાથી નોકરીથી સંબંધિત મુશ્કેલીઓ ના પણ સામાધાન સામે આવશે. ફ્રેશર્સને નવા અવસર મળશે. અને બીજા લોકોને ઉચ્ચ પદ મળવા કે  એમના હુનરથી ઉજ્જ્વલ કરિયર માર્ગ પ્રશસ્ત કરવાના અવસર મળ અશે. પાછલા કેટલા સમયથી તમને લાભના સંયોગ પર ઘેરાયેલા રૂકાવટના વાદળાઅ અઠવાડિયા દૂર થશે. અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે આનંદ અને પ્રફુલ્લતાથી ભરું રહેશે. નોકરી અને ધંધા સંબંધિત કામ કરી શકશો. ખાસ કરીને વર્તમાન સમયમાં તમારી રાશિથી બુધ અને સૂર્ય જેવા શુભ ગ્રહોના ભ્રમણ ચાલવાથી આનંદ ઉત્સાહ અને સકારાત્મક વિચાર વધારે રહેશે . અઠવાડિયાના ઉતરાર્ધમાં તમે કામની ગૂંચવણ અને માનસિક ઉથલ-પુથલમાં વ્યતીત કર્શો. જે કામ બહુ સરળતાથી પૂરું થઈ જશે એને પૂરા કરવામાં આ સમયે થોડી મુશ્કેલી થઈ શકે છે. આમ તો તમારી એક્ટીવીટી સારી રહેશે. રમતથી સંકળાયેલા જાતક પણ સારી પ્રગતિ કરી શકશે. પરિવાર કે મિત્ર મંડળી સાથે કે ધંધા કે નોકરી સંબંધીત કામ માટે બીજા શહર જવું પડી શકે છે. 
 
webdunia
કર્ક (cancer)- આ અઠવાડિયામાં  શુક્ર રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે કે તમારી રાશિમાં શુક્રના પ્રવેશ કરવાથી તમને આનંદ ઉત્સાહ અને પ્રસન્નતાના અનુભવ થશે. આ સમયે તમમારામાં  ભાવુકતા વધારે રહેશે. મનમાં આનંદ અને ઉમંગની માત્રા વધારે રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે વધારે ખર્ચની તૈયારી પણ રાખવી પડશે. અસ્વસ્થતાના સાથે માનસિક બેચેની વધારે રહી શકે છે. પરિવાર અને જીવનસાથી સાથે મતભેદ કે વિવાદ થવાની શકયતા છે. વિદેશથી સંબંધિત કોઈ કામ પૂર્ણ થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતકોને ઉત્તમ અવસર મળશે. વિદેશ જવા માટે વીજા જેવી પ્રક્રિયામાં તેજી રહેશે અઠવાડિયાના મધ્યભાગ તમારા માટે શુભ રહેશે. તમને તમારા બધા કામ સારી રીતે અને આનંદ અને ઉત્સાહથી કરવાના અવસર મળશે.આમ તો મહત્વપૂર્ણ કામમાં થોડી ગંભીરતા રાખવી પડશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમને વૈચારિક ઉથલ-પુથલમાં રાખશે અને પરિવારમાં વ્યર્થના વિષયો પર અહંના ટકરાવના કારણે ક્લેશ કે મતભેદ થવાની શકયતા છે. શક્ય હોય તો આ સમયે મહ્ત્વપૂર્ણ નિર્ણય ન લો. અત્યારે થોડ સમય વ્યતીત થવા દો. સમયની સાથે તકલીફોના નિવારણ થશે. 
 
webdunia
સિંહ Leo- આ અઠવાડિયામાં  શુક્ર રાશિ બદલીને તમારી રાશિથી બારમા ભાવમાં પ્રવેશ કરી રહી છે. વિદેશ સંબંધીત કામ-કાજમાં તમને ફાયદો થઈ શકે છે. ભૌતિક સુખ ની ઈચ્છાઓ ફળી ભૂત થશે. તમારામાં વિલાસતા વૃતિ વધશે અને એનાથી સંબંધીત ખર્ચ કરવામાં પણ તમે પીછે નહી હટશો. લગ્ન સંબંધ કે અનૈતિક સંબંધની તરફ વધારે આકર્ષિત થઈ શકો છો. અઠવાડિયાના પ્રથમ બે દિવસ તમારા માટે બધા પ્રકારથી ફાયદા અને લાભદાયક બનશે. તમારા વધારે કામ વગર બાધા પૂરા થશે. આવકમાં વૃદ્ધિ ઉધારી અને નિવેશ જેવા વધારેપણ કાર્ય સરળતાથી પૂરા કરી શકશો. સરકાર કે કાનૂન સંબંધી કાર્યમાં પ્રગતિ થશે. કે એમના સુખદ સમાધાન નિકળશે. તમે આ દિવસો આનંદ અને પ્રસન્નતાના અનુબ્વ કરશો. મિત્રો સાથે ફરવાના પ્રસંગ પણ બની શકે છે.  સમાજમાં ઉચ્ચ વર્ગના લોકોથી પણ  ફાયદો મળશે. વર્તમાન સમયમાં તમને પરિવારના ખૂબ સહયોગ મળતું રહેશે. 5 અને 6 તારીખે ખર્ચની માત્રા વધારા રહેવાની પૂર્વ તૈયારી રાખો. આમ તો મૌજ -મસ્તી અને સિનેમા હોટલ જેવા ખર્ચ વધશે. વિદેશમાં રહેતી કોઈ માણસની તરફ શુભ સમાચાર મળી શકે છે કે વિદેશમાં વ્યવસાયિક રીતે સંકળાયેલા જાતકને ઉન્નતિના અવસર મળશે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
webdunia
કન્યા (Virgo)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક તમારી રાશિથી લાભ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે ફળદાયી બનશે. અઠવાડિયાના પૂર્વાધમાં વિતીય લાભ થશે અને આવકમાં વૃદ્ધિ અને ઉધારી માટે ઉત્તમ યોગ બની રહ્યા છે. તમને વર્તમાન સમયમાં લોકોના સહયોગ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તમારા યશ-કીર્તિ અને માન વધારવા વાળા કામ થશે. જે લોકો વિદેશની સાથે વ્યવસાયિક રીતે સંકળાયેલા છે કે આયાત-નિર્યાતના કામ કરે છે , એના માટે પણ આ સમય ખૂબ મહ્ત્વપૂર્ણ સિદ્ધ થશે. અઠવાડિયાની શરૂઆતમાં આનંદ પ્રફુલ્લતા અને ઉત્સાહના સ્તર સારા રહેશે. જીવનસાથી કે પ્રિય માણસ સાથે ક્યાં ફરવાના મન થઈ શકે છે. દિલમાં સતત પ્રેમની ભાવના રહેશે. નોકરીયાત લોકોને બોસની તરફ્થી પૂર્ણ સહયોગ મળતું રહેશે. અઠવાડિયાના અંતિમ ભાગમાં તમે નિર્ણય લેતા માનસિક ઉથલ-પુથલના અનુભવ થઈ શકે છે. ખર્ચની માત્રા અપેક્ષાથી વધારે રહેશે. આમ પણ જુલાઈના અંત સુધી તમને ધાર્મિક , આયોજન , કર્મકાંડ અને વિધિ-વિધાન પર ધન ખર્ચ કરવું પડી શકે છે. 


webdunia
તુલા (Libra)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક એટલે તમારી રાશિથી દશમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે શુભ છે. પરંતુ વર્તમાન સમયમાં નોકરી કે કાર્યક્ષેત્રમાં કોઈ વિપરીત લિંગ વાળા માણસ સાથે સંબંધોમાં ધ્યાન રાખો. આ અઠવાડિયા તમારા બિજનેસ અને કોઈ પ્રકારના લાભ મેળવાની કાર્યયોજના બનશે. જે લોકોનું વિદેશમાં કોઈ પ્રકારનું બિજનેસ છે એમને સારું લાભ મળશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતક માટે પણ પ્રગતિકારક અને નવા અવસર મળવાનું સમય છે. તમારા પિતાના પણ આ સમયે બહુ પ્રતીક્ષિત શુભ કામ થઈ શકે છે અને એમની નોકરી કે બિજનેસમાં વગર વિઘ્ન પ્રગતિ જોવાશે. અઠવાડિયાના ઉતરાર્ધ પણ તમારા માટે શુભ કાર્યમાં સફળતા અપાવશે. આવક ઉધાર વસૂલી અને લોકોને સારું સહયોગ મળશે. આ સમયે ખાસ કરીને મિત્રોથી ભાગ્યોદય ના યોગ બની રહ્યા છે. આ અઠવાડિયા મંગળ વજ્રી માર્ગી બની રહ્યા છે. જેથી જીવનસાથી પણ વર્તમાન સમયમાં તમારા માટે અનૂકૂળ થવાના પૂરા પ્રયત્ન કરશે. અને બિ જનેસમાં ભાગીદારી સાથે સંબંધ પણ સુધરશે. અઠવાડિયામા અંતિમ ભાગમાં 8 તારીખે નિર્ણય લેવામાં દુવિધા અનુભવ થઈ શકે છે. 
 
webdunia

વૃશ્ચિક (scorpio) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને એટલે કે તમારી રાશિથી નવમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે શુભ ફળદાયી રહેશે. આ દિવાય મંગળ માર્ગી થઈ રહ્યું છે. જે નોકરી પરેશાની ઓછી કરશે. તમારી માનસિક પ્રફિલતા વધશે અને કેટલા રોકાયેલા કાર્ય પૂરા થવાથી તમે સંતુષ્ટિ ના પણ અનુભવ કરશો.જીવનસાથીના કારણે તમને લાભ મળતું રહેશે. એની સાથે તમારી આત્મીયતા વધશે અને એક બીજાને વધારે સારી રીતે સમજી દાયોત્વ મિત્રવત નિભાવવાનું પ્રયાસ કરશો.જેના કારણે તમને એકાંત પળના આનંદ લેવાના પણ અવસર મળશે. આવતા સમયમાં બિજનેસમાં ભાગીદારીથી પણ લાભ મળવાના સંકેત જોવાઈ રહ્યા છે. ભાગ્યના દ્વાર ખુલી શકે છે. અને ખાસ કરીને આયાત-નિર્યાત કે દૂર સ્થાન કે મલ્ટીનેશનલ કંપનીમાં  કામ કરતા જાતકોને વધારે ઉત્તમ અવસર મળી શકશે.પિતાનું ભાગ્ય પણ તમને લાભ અપાવશે. એમની તરફ પગેલ્-પગલે માર્ગદર્શન અને સહયોગ મળવાની પણ પૂરી શક્યતા છે. ધાર્મિક સ્થળની યાત્રાની પણ શક્યતા રહેશે. આ સમયે કુળદેવીની પૂજા અર્ચનામાં પણ તમે વધારે વ્યસ્ત રહેશો. અઠવાડિયાના અંતિમ ભાગ થોડી દુવિધા અને ગૂંચવણ સાથી ગુજરશે પણ અંતિમ દિવસ શુભ રહેશે. 
 
webdunia
ધનુ (sagittairius)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક  રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . તમારી રાશિથી અષ્ટ્મ ભાવમાં શુક્ર તમને વસીયત વારિસદારી માટે લાભદાયી રહેશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. મંગળ વક્રીથી માર્ગી બની રહ્યાછેૢ જેથી તમને અભ્યાસથી સંબંધિત કે સંતાન સંબંધિત કોઈ ચિંતા કે તકલીફ હોય એ પણ ઓછી થશે. ખર્ચની માત્રા ઓછી થશે. આ અઠવાડિયા કુળ મિલાવીને તમારા માટે શુભ રહેશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમારી નોકરી -ધંધા લોકોને આગળ વધાવા માટે ખાસ અવસર મળવાની શકયતા થી પણ  છે. તમારા લાંબા સમયથી પડેલા સરકારી કામ પૂરા થઈ શકે છે. જે લોકો અપરિણીત છે એમને લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે. આમ તો સ્વાસ્થયના સંબંધમાં ફેફસાથી સંબંધિત તકલીફ કે કફની સમસ્યા રહેવાના પણ શકયતા છે. અઠવાડિયાના મધ્યભાગ તમને આનંદ અને રોમાંચના અનુભવ કરાવશે. તમારા પિતાને પણ બધા પ્રકારથી લાભ થશે. 
webdunia
મકર ( Capricon) - આ અઠવાડિયાના સમયે પોતે પૂર્વજન્મના ફળ મળવાનું પ્રતીત થશે. શુભ કાર્યોની શરૂઆત થશે. વ્યવસાયિક મોર્ચા પર કામમાં સુધાર આવતું જોવાશે. આથી ઉત્સાહમાં વૃદ્ધિ થશે. નોકરીયાત એમના હાથમાં આવેલા કાર્યને સરળતાથી પૂરા કરશે. જેથી આત્મવિશ્વાસ વધશે. જે જાતક સટ્ટેબાજીની પ્રવૃતિથી સંકળાયેલા છે એને સાવધાની રાખવું જરૂરી છે નહી તો તમારા પૈસાથી તમને હાથ ધોવું પડી શકે છે. તમારા જીવનસાથી ખૂબ રોમાંટિક રહેશે. તમારા દાંપત્ય જીવનમાં આનંદ પ્રેમ મસ્તી વગેરે રહેવાથી જુદી સ્ફૂર્તિ ભરેલા વાતાવરણના અનુભવ કરશે. તબીયતમાં સુધાર આવશે. આ અઠવાડિયાના અંતમાં તમને કઈક નવું કરવાની ઈચ્છા થશે કે રોજ-રોજની ગૂંચવણથી દૂર ક્યાંક જવાની ઈચ્છા થશે. તમે નિજ આનંદ પર વધારે ખર્ચ કરશો અને આથી મળતું આનંદ પણ તમારા માટે ઉત્તમ કોટિનું રહેશે. તમે અત્યારે સ્વાસ્થયનું થોડું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને મૌસમી રોગની શકયતા વધારે છે. હાડકામાં જકડન હોવાની શકયતા છે. જીવનસાથી સાથે ક્યાં બહાર જવાનું કાર્યક્રમ બનશે. સાર્વજનિક જીવનથી સંકળાયેલા જાતક તમારી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકશે. આથી તમારી પ્રતિષ્ઠા વધશે તમે પ્રશંસાના પાત્ર બનશો.  
 
webdunia
કુંભ (Aquarius) - આ અઠવાડિયા તમને ઘર પરિવારની થોડી ચિંતા રહી શકે છે. ઘરમાં કઈક નવું કરવાની કે ઘર બદલવાની ઈચ્છા પ્રબળ રહેશે. પ્રેમી યુગલોને વાર મુલાકાત કરવાની ઈચ્છા જાગૃત થશે. જો તમે કોઈ કારણથી મળી ન શકો તો આધુનિક ગેજેટ્સ દ્વારા સતત એક બીજાના સંપર્કમાં રહેવાના પ્રયાસ કરશો. કોઈ ખાસ પ્રિય માણસ સામે પ્રેમના પ્રસ્તાવ રાખવા માટે પણ યોગ્ય સમય જોવાઈ રહ્યું છે. આમ તો અત્યારે પેટમાં દુખાવા ,શરદી ,કફ સંબંધી રોગ થવાની પ્રબળ શકયતા બની રહી છે , આથી સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનની સ્વાસ્થય સંબંધી તકલીફ વધી શકે છે અને એના કારણ દોડધામ અને ખર્ચની માત્રામાં વૃદ્ધિ થઈ શકે છે. તમારા જીવનસાથીની તબીયત થોડી ખરાબ રહેશે. 
webdunia
મીન(pisces)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને કર્ક  રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . તમારી રાશિથી પાંચમા ભાવમાં શુક્ર તમારા માટે નવા પ્રેમ સંબંધોની શરૂઆતના સંકેત આપી રહ્યા છે. જે પહેલાથી જ કોઈના પ્રેમમાં છે એમના પ્રિય માણસ સાથે સંબંધોમાં મધુરતા આવશે. શેયર માર્કેટમાં પણ લાભ થશે. સંતાનને લઈને કોઈ સારું સમાચાર સાંભલવાને મળી શકે છે. મંગળ વક્રીથી માર્ગી થઈ રહ્યું છે. જેથી તમારી પારિવારિક  તકલીફ ઓછી થશે. આર્થિક પરેશાની પણ ઓછી થશે. અઠવાડિયાની શરૂઆતમાં નોકરીમાં ફાયદો થશેૢ તમને અત્યારે સુધી કરેલ મેહનતના ફળના રૂપમાં વેતનમાં વૃદ્ધિ કે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરા કરવાના બદલે અવાર્ડ મળવાની આશા રાખી શકો છો. સરકારી કામમાં રૂકાવટ આવી રહી છે તો એમનું સમાધાન થશે કે અવરોધ દૂર થશે . ધંધાથી સંબંધિત મોટું લાભ મળી શકે છે પણ મનમાં કોઈ ન કોઈ કારણે બેચેની રહી શકે છે. અઠવાડિયાના મધ્યભાગ તમને આનંદ અને ઉત્સાહ આપતું રહેશે. અઠવાડિયાના અંતિમ ભાગ આર્થિક મોર્ચા પર શુભ જોવાઈ રહ્યા છે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સાવધાની રાખો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 મિનિટમાં અસર દેખાડશે , કાળી મરીના 6 ટોટકા