Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એપ્રિલ માસિક રાશિફળ 2016 - જાણો કેવો રહેશે એપ્રિલ મહિનો તમારે માટે

એપ્રિલ માસિક રાશિફળ 2016
, ગુરુવાર, 31 માર્ચ 2016 (17:47 IST)
મેષ - શરૂઆતના દસ દિવસોમાં ખર્ચા વધુ રહેશે. જો તમે શિક્ષા હરીફાઈમાં બેસવાના છો તો સફળતાની શક્યતા વધુ નથી. સફળતા મેળવવા માટે તમારે પરિશ્રમ વધુ કરવો પડશે. શરૂઆતના દસ દિવસમાં કરેલ પ્રયાસપણ આશામુજબ સાર્થક નહી નીવડે. સંતાનને કારણે માનસિક કષ્ટ થઈ શકે છે.  તમારા પોતાના ભાઈ-બહેનો સાથે પણ મતભેદ કે ખર્ચની સ્થિતિ ઉભી થઈ શકે છે. મહિનાના અંતિમ દસ દિવસોમાં સ્થિતિ સકારાત્મક પરિણામ આપશે. ધનની સ્થિતિ સારી રહેશે. કેરિયરમાં ઉત્થાન  થશે. નવરાત્રિ પછીનો સમય નવીન કાર્યો માટે ખૂબ અનુકૂળ રહેશે. તમે નવી યોજનાઓ પર કાર્ય શરૂ કરી શકો છો. જૂના ચાલી આવી રહેલા ખર્ચથી મુક્તિ મળશે.  ફક્ત પ્રેમ સંબંધો માટે આ સમય યોગ્ય નથી. તેથી સાવધાની રાખો. 
 
webdunia
વૃષ રાશિફળ - એપ્રિલ મહિનો તમારે માટે શુભદાયી ફળ આપશે. આ મહિનો તમને અનેક ક્ષેત્રોમાં સારા પરિણામ મળવાની શક્યતા દેખાય રહી છે.  તમને એકથી વધુ સ્ત્રોતમાંથી આવક મળશે.  જો તમે મીડિયા, ગ્લેમર કે ફેશન જગત સાથે સંબંધ ધરાવો છો તો તમારી યાત્રાઓ ફળદાયી રહેશે.  શિક્ષા સંબંધિત ક્ષેત્રોમાં કાર્ય કરનારાઓ માટે મહિનાના શરૂઆત ખૂબ જ લાભકારી રહેશે.  ચારેબાજુ ઉત્થાન અને લાભ મળશે. બુદ્ધિ અને વિચારો સકારાત્મક રહેશે અને નવા લાભકારી અવસરોની પ્રાપ્તિ થશે પણ મહિનાના અંતિમ 15 દિવસ માં પારિવારિક ક્લેશ, અનિદ્રા અને તણાવની સ્થિતિ રહેશે. નિર્ણય ક્ષમતા નબળી રહેશે. તેથી સાવધાની રાખો અને કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લો. કર્જ, ખર્ચ અને ક્રોધ પર કાબુ રાખો. 
webdunia
મિથુન - મિથુન લગ્નના જાતકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ લાભદાયક અને શુભ રહેવાનો છે. આ મહિને તમારી કાર્યક્ષમતા અને ઉર્જા ખૂબ વધુ રહેશે. નિર્ણય ક્ષમતા મજબૂત રહેશે. જેથી તમે યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકશો અને તેનાથી તમને લાભ પણ મળશે.  આ સમય તમે એક ખૂબ સારા સલાહકારની ભૂમિકા ભજવી શકો છો. તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય તમારા માધ્યમથી થઈ શકે છે. શિક્ષા પ્રતિયોગિતામાં સફળતાના યોગ બની રહ્યા છે. જો કુંડળીમાં કોઈ દોષ ન હોય તો અ સમય તમને દરેક રીતે સફળતા અપાવશે. નવા કાર્યોને તમે કોઈપણ જાતના સંકોચ વગર શરૂ કરી શકો છો. કારણ કે કાર્ય વ્યાપરમાં પણ સફળતાના સંકેત ગ્રહો આપી રહ્યા છે. 
 

webdunia
કર્ક - કર્ક લગ્નના જાતકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ ભાગ્યશાળી છે. તમે જે પણ કાર્યમાં હાથ નાખો તેમા સફળતા મળવી લગભગ નિશ્ચિત છે. છેલ્લા કેટલાક સમયથી તમે સ્થિતિયો સાથે લડતા જોવા મળી રહ્યા હતા. પણ એપ્રિલ મહિનાના અંતિમ 15 દિવસ તમારે માટે વિશેષ પ્રભાવશાળી રહેનારા છે. જો તમે રાજનૈતિક સામાજીક કે પ્રશાસનિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ મહિને તમને ખ્યાતિ મળવાના યોગ બની રહ્યા છે. માન સન્માનમાં વૃદ્ધિ અને વડીલોનો સહકાર મળશે.  જો તમે કોઈ કાર્યને ખૂબ સમયથી ટાળી રહ્યા છો તો હવે એ કાર્યને કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.  આ મહિને ફક્ત સ્વાસ્થ્યની દેખરેખ કરવી જરૂરી છે. તેથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને નજરઅંદાજ ન કરશો. 
webdunia
 સિંહ રાશિફળ - એપ્રિલ મહિનાની શરૂઆતમાં સિંહ રાશિના જાતકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  કાર્યોમાં અવરોધ ઉત્પન્ન થશે. આ અવરોધોને કારણે તમારુ મન પણ ખિન્ન રહેશે. ઉત્સાહ અને પ્રસન્નતાની કમી રહેશે. દરેક કાર્યના પરિણામ મોડા આવવાની શક્યતા. કર્જની સ્થિતિ પણ બની શકે છે. પણ એપ્રિલ મહિનનાઅ અંતિમ 15 દિવસોનો સમય અદ્દભૂત છે. ભાગ્ય પક્ષ મજબૂત રહેશે. સમાજમાં માન સન્માન વધશે. તમારાથી ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ફક્ત તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો. ઉગ્રતા તમને નુકશાન પહોંચાડી શકે છે.  કોઈને પણ હાનિ પહોંચાડવાની ભાવનાથી દૂર રહો. તેમાજ તમારી ભલાઈ છે. 
 
webdunia
કન્યા - પ્રેમ પ્રસંગો માટે એપ્રિલ મહિનો કન્યા લગ્નના જાતકો માટે ખૂબ જ શુભ છે. જો તમે વિવાહ યોગ્ય છો તો નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. છેલ્લા કેટલાક સમયથી વિવાહિત કપલ પણ દામ્પત્ય સુખમાં કંઈક કમી અનુભવી રહ્યા હતા. પણ એપ્રિલ મહિનો પારિવારિક સુખ માટે ઉત્તમ સમય લાવશે. જો તમારો કાર્ય વ્યપાર તમારા જન્મ સ્થાનથી દૂર છે તો તમને વધુ અને અચાનક લાભ મળવાની શક્યતા રહેશે.   સ્વાસ્થ્યમાં તમારે ફક્ત તમારી આંખો પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.  શિક્ષા ક્ષેત્રમાં પ્રયાસ વધારવાની જરૂર છે. ટૂંકમાં એપ્રિલ મહિનો તમારે માટે ખૂબ શુભ અને આનંદમયી સમય લાગશે. આ સમય ધન અને પારિવારિક સુખમાં વધારો કરવાની સાથે સાથે કેરિયરમાં પણ ઉન્નતિદાયક રહેશે. 
webdunia
તુલા રાશિફળ - તુલા લગ્નના જાતકો માટે એપ્રિલ મહિનો કેટલાક અવરોધ લઈને આવ્યો છે. ખાસ કરીને ધનના મામલે. જો તમે નોકરિયાત છો તો અચાનક ખર્ચની સ્થિતિ બની શકે છે અને જો વેપારમાં છો તો ધન હાનિના યોગ બની શકે ક હ્હે.  જો તમે લગ્ન યોગ્ય છો તો તમારાથી વધુ સક્ષમ અને પ્રભાવશાળી પરિવાર સાથે સંબંધો જોડાશે. ફક્ત નાણાકીય મામલે સાવધાન રહેવાની જરૂર છે. કોઈને પણ કર્જના રૂપમાં ધન ન આપશો. તુલા લગ્નની ગર્ભવતી સ્ત્રીઓએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.  

 
 
webdunia
વૃશ્ચિક રાશિ - એપ્રિલ મહિનામાં વૃશ્ચિક લગ્નના જાતકો માટે સાવધાની રાખવાનો સમય રહેશે. તમારુ મન અકારણ જ ખિન્ન રહેશે.  તમે વાત વાત પર ક્રોધ કરશો અને આ કારણે તમારા પરિવારમાં પણ અશાંતિનુ વાતાવરણ બનશે.  આ મહિને તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવુ પડશે અને જો કુંડળીમાં રાહુ કેતુ અને શનિની દશા કે મહાદશા ચાલી રહી છે તો વધુ સતર્ક રહેવુ પડશે.  કોઈપણ પ્રકારનો નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી. વિદ્યાર્થીઓ માટે ખૂબ વધુ પરિશ્રમનો સમય છે. નહિ તો આશા મુજબ સફળતા નહી મળે. ધનહાનિના યોગ બનેલા છે. તેથી નાણાકીય નિર્ણય સમજી વિચારીને કરી લો. 
webdunia
ધનુ રાશિ - ધનુ લગ્નના જાતકો માટે એપ્રિલ મહિનો ખૂબ શુભ સમાચાર લાવનારા છે. સંતાન પક્ષ તરફથી સુખ મળશે અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જો તમારી સંતાન શિક્ષા પ્રતિયોગિતામાં બેસવા જઈ રહી છે તો સફળતાની પુરી પુરી શક્યતા છે.  તમારી બુદ્ધિ પણ પ્રખર રહેશે. તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ કરી લેશો અને જો કોઈ હરીફાઈમાં બેસવા જઈ રહ્યા છે તો આ મહિનાના અંત સુધી સફળતા પ્રાપ્ત કરી લેશો. જો કાર્યક્ષેત્રમાં સ્થાનાંતરણના યોગ બન્યા છે તો મહિનાનો અંતિમ સમય ખૂબ પ્રભાવશાળી રહેશે. તમારા ઘરમાં સુખ સુવિદ્યાઓનો સમાવેશ રહેશે અને પરિવારને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થશે.  જો તમે વિવાહ યોગ્ય છો તો વિવાહનો પ્રસ્તાવ પણ આ સમયે આવવાની શક્યતા છે. આ મહિનો ભૂમિ ભવન અને વાહન ખરીદવા માટે સારો રહેશે. 
 
webdunia
મકર રાશિફળ - એપ્રિલ રાશિફળ 2016 એપ્રિલ મહિનામાં મકર રાશિના જાતકોની બુદ્ધિ ખૂબ સંતુલિત અને વ્યહવહારિક રહેશે. તમારા પરાક્રમ વધી-ચઢીને રહેશે અને જો તમે કોઈને સલાહ આપો તો એ કારગર સિદ્ધ થશે. આ સમય તમે એક સારા સલાહકાર રહેશો. વાણી ખૂબ સૌમ્ય અને મધુર રહેશે. જો તમે પહેલા થી લીવર, ગેસ કે સાંધાના દુ:ખાવાથી પરેશાન છો તો આ સમયે એનાથી સંબંધિત રોગોના વધવાની શક્યતા છે. 
webdunia
 કુંભ  એપ્રિલ રાશિફળ 2016 –  2016 :એપ્રિલ  માહમાં મકર રાશિના જાતકો માટે ધન લાભની દ્ર્ષ્ટિથી ખૂબ અનૂકૂળ છે . ભાઈ-બેનનો સહયોગ મળશે કે ભાઈ-બેન દ્વારા કોઈ શુભ  અવસરમાં શામેલ  થવાના અવસર મળશે. ભાઈયોનો  સહયોગ અને પ્રેમ મળશે. કોઈ વિષમ પરિસ્થિતિમાં વિપરીત લિંગથી સહયોગ મળશે માત્ર દાંમ્પત્ય જીવન કષ્ટ્મય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીથી સાવધાન રહો. દગો  મળવાની શક્યતા છે. 
 

webdunia
મીન  રાશિફળ – આ સમય મીન લગ્નના જાતકો માટે ખૂબ સુખ અને સમૃદ્ધિ આપશે. સમાજમાં તમારા માન -સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમારા દ્વારા કરેલ કામની વખાણ થશે . ખૂબ સમયથી તમારી ઉન્નતિમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી એ બધી આ સમયે દૂર થશે. શારીરિક સુખમાં વૃદ્ધિ થશે. આ સમયે તમે યાત્રાઓના પણ લાભ લેશો. તમે મનોરમ સ્થળોને જોશો અને એમનો આનંદ ઉઠાવી શકશો. કુળ મિલાવીને આનંદમયી માહ રહેશે પણ કરિયર કે ધન ક્ષેત્રમાં સફળતા થોડી મોડેથી મળશે. થોડા ધૈર્ય રાખવાની જરૂર છે કારણકે મોડેથી પણ સફળતા જરૂર મળશે.  

Share this Story:

Follow Webdunia gujarati