Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્ય ગ્રહણ અને આપની રાશિ

સૂર્ય ગ્રહણ અને આપની રાશિ

ભાષા

મુંબઈ , શુક્રવાર, 15 જાન્યુઆરી 2010 (16:32 IST)
PTI
PTI
આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ હતું. પ્રકાશ પૂંજ થોડી કલાકો માટે અંધકારમાં ડૂબી ગયો અને ધરતી પર અંધારુ છવાઈ ગયું. આ ગ્રહણની કાળી છાયા દેશ-પરદેશના લોકો પર પણ પડશે.

જ્યોતિષાચાર્ય ડો. પ્રેમ કુમાર શર્મા અનુસાર તમામ રાશીઓ પર તેનો પ્રભાવ પડશે. કેવો હશે ગ્રહણનો પ્રભાવ અને તેના દુષ્પ્રભાવોથી કેવી રીતે બચી શકાશે તેના માટે આપની રાશીઓ પર એક નજર...

મેષ: સૂર્ય ગ્રહણ આપના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડશે. કોઈ જૂનો રોગ કષ્ટનું કારણ બની શકે છે. અકારણ મનમાં ભય ઉત્પન્ન થશે . આપનું મનોબળ ઊચું રાખશો.

વૃષભ: સૂર્ય ગ્રહણના પ્રભાવથી નવી ચિંતાઓ મગજમાં ઘર કરી શકે છે. વ્યવસાયમાં સમસ્યાઓ વધી શકે છે. ઘરેલૂ બાબતોમાં પરેશાની ઉત્પન્ન થશે. જોખમ ભરેલા કાર્યોથી દૂર રહેશો.

મિથુન: કાર્યોમાં વિઘ્નો, આર્થિક ક્ષતિ, કેટલીક અપ્રિય ઘટનાઓની આશંકા છે. કોઈ અપ્રિય ઘટનાની આશંકા છે. આપનું ધૈર્ય જાળવી રાખજો, અટવાયેલા કાર્યોમાં લાભની સ્થિતિ પણ બનશે.

કર્ક: સૂર્ય ગ્રહણ પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. ભાગીદારીથી અવિશ્વાસની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. વ્યાવસાયિક લેણ-દેણમાં વાદ-વિવાદની આશંકા છે. સંબંધોમાં મધુરતા લાવવી ખુબ જ જરૂરી છે.

સિંહ: આપના સ્વાસ્થ્ય પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ પ્રતિકૂળ પડશે. ખાન-પાનમાં સયંમ વર્તશો અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપશો. સૂર્યગ્રહણનો પ્રભાવ ઘરેલૂ સમસ્યા વધારી શકે છે. વ્યવસાય પર વિશેષ ધ્યાન આપો. વાદ-વિવાદથી દૂર રહો.

કન્યા: સૂર્ય ગ્રહણનો પ્રભાવ આ રાશિના જાતકો પર પ્રતિકૂળ રહેશે. આપ કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. માન-સન્માન ઘટશે. શારીરિક કષ્ટનો યોગ બનશે. જોખમ ભરેલા કાર્યોથી બચવું પડશે. સંતાન પક્ષ તરફથી કોઈ ચિંતા બનેલી રહી શકે છે.

તુલા: સૂર્ય ગ્રહણનો પ્રભાવ આપના માટે ખુબ જ શુભ રહેવાનો છે. અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ જશે. તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે. ઘરેલૂ સુખ-સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થશે.

વૃશ્ચિક: સૂર્ય ગ્રહણનો પ્રભાવ આપના માટે પણ ખુબ જ શુભ રહેવાનો છે. ધનલાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. કોઈ નવી યોજના પર કાર્ય શરૂ થશે. જે આપને લાભ આપશે. નવા કાર્યોમાં મોટા લોકોની સલાહ લેવી જરૂરી છે.

ધનુ: સૂર્ય ગ્રહણનો પ્રભાવ આપના માટે પ્રતિકૂળ રહેશે. ધનની હાનિનો યોગ બની રહ્યો છે. વ્યવસાય પર ધ્યાન આપો. નવી ભાગીદારીથી દૂર રહેશો. ધનના મોટા રોકાણથી દૂર રહેવું જરૂરી છે.

Share this Story:

Follow Webdunia gujarati