Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમારો જન્મ દિવસ જુલાઈમાં છે ?

જુલાઈમાં જન્મેલા યુવા એકસ્ટ્રા ઓર્ડિનરી હોય છે

શુ તમારો જન્મ દિવસ જુલાઈમાં છે  ?
N.D
તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી.

હા, એક વાત જે તમારામાં વિશેષ જોવા મળે છે એ છે કે તમે દિલના એકદમ નરમ છો. તમારી ખાસિયત એ છે કે તમારી લાઈફને લઈને તમારા ફંડા એકદમ ક્લિયર હોય છે. ક્યારે, કેટલા, ક્યા અને કેવુ બોલવુ છે એ કોઈ તમારી પાસેથી શીખે. તમારી પ્રબંધન ક્ષમતા કમાલની હોય છે.

તમે તમારા ઘરના કુલદીપક છો. તમારામાં ખૂબ ટેલેંટ ભરેલુ છે, પરંતુ તમારી કારણ વગરની આળસ જ તમારા રસ્તાની મુસીબત છે. તેને એમ કહો કે તમારો મૂડ દરેક સમયે તમારી પ્રગતિ માટે નથી બનતો, જ્યારે બને છે ત્યારે તમે કમાલ કરી દો છો. ખોટુ ન લગાડશો પરંતુ તમે થોડા ડિપ્લોમેટિક પણ છો.

જેની પાસેથી તમારે કામ કઢાવવાનુ હશે તેની પાસેથી તમે ગમે તે રીતે કરાવી શકો છો. અને જેનાથી તમને કોઈ મતલબ જ નથી તેની સાથે કારણ વગરની માથાકૂટ કરવી પણ તમે યોગ્ય નથી સમજતા. સામાન્ય રીતે તમે કૂલ દેખાવો છો, પરંતુ જ્યારે હોટ હોવ છો તો બિલકુલ તવા જેવા. પરંતુ આ શુ માત્ર અડધા કલાકમાં જ તમે એવા થઈ જાવ છો કે જાણે કશુ થયુ જ નથી. તમારો ગુસ્સો વધુ સમય સુધી નથી ટકી શકતો.

જો તમે કોઈ સંસ્થાના પ્રમુખ છો તો તમારા અંડરના કર્મચારીઓ તમારા ગુસ્સેલ સ્વભાવ છતા તમને લઈક કરશે. ઘરમાં પણ તમે સૌના લાડકા અને થોડા માથે ચઢેલા છો. જુલાઈ મહિનામાં જન્મેલા લોકો મોટાભાગે ખેલાડી કે બિઝનેસમેન હોય છે. તેમને શેર માર્કેટની સારી સમજણ હોય છે. ગણિત ભલે તેમનુ નબળુ હોય પણ સંબંધોનુ ગણિત તે સહેલાઈથી ઉકેલી લે છે. પૈસાની ઉણપની પરવા નથી કરતા અને તેમનુ ખિસ્સુ ક્યારેય ખાલી નથી રહેતુ. ઘર શાનદાર હોય છે.

પ્રેમ બાબતે એમના જેવો સમર્પિત માણસ મળવો મુશ્કેલ છે. પ્રથમ તો એ કે તેઓ સહેલાઈથી કોઈનાથી પ્રભાવિત થતા નથી અને થાય છે તો તેમનો સાથ છોડતા નથી. તેમનુ પોતાનુ વ્યક્તિત્વ એટલુ આકર્ષક હોય છે કે તેમને કોઈને લોભાવવાની જરૂર પડતી નથી.

webdunia
UPEN SHAH
N.D
પરંતુ તેઓ ઉતાવલનો શિકાર નથી થતા. પ્રેમના રાહ્પર દરેક પગલે તેઓ સમજી વિચારીને આગળ વધે છે. જો ભૂલથી ખોટુ પગલુ ઉઠાવ્યુ તો તરત પોતાની જાતને સંભાળી લે છે. સાથી જો ખોટો છે તો તેમની નજરથી બચી નથી શકતો. તેઓ સાચા માણસને ઓળખવાની પરખ રાખે છે.

જુલાઈ મહિનાની વુમન સમાજના કલ્યાણ માટે જન્મી હોય છે. સંઘર્ષ ભરેલ જીવન છતા તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહે છે. તેમનામાં પ્રતિભા ઘણી છે પરંતુ તેમને યોગ્ય સમયે તક ન મળવાથી તેઓ નિરાશ રહે છે. પ્રેમ બાબતે નસીબ સાથ નથી આપતુ. પરંતુ આમ પણ આ તમારા સૌની વ્હાલી હોય છે. ખૂબ જ સંવેદનશીલ હોવાને કારણે ખૂબ દુ:ખી થાય છે પરંતુ સાફ દિલની હોવાને કારણે દુ:ખ ભૂલી જાય છે.

લકી નંબર - 4. 2 . 9
લકી કલર - ઓરેંજ, યેલો અને બ્લૂ
લકી ડે - મંડે, સેટરડે, ફ્રાઈડે
લકી સ્ટોન - આમ તો ડાયમંડ ચાંદીમાં પહેરવાના હોય છે પરંતુ એસ્ટ્રોની સલાહ જરૂરી છે
સલાહ - ગરીબોને રવિવારે સંતરા વહેંચો, કાળા કૂતરાને રોટલી ખવડાવો.

Share this Story:

Follow Webdunia gujarati