Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ મેરેજ કે અરેંજ્ડ મેરેજ

લવ મેરેજ કે અરેંજ્ડ મેરેજ
N.D
યુવાવસ્થામાં સેટલ થતા જ સૌથી મોટો પ્રશ્ન આવે છે કે લગ્ન ક્યારે થશે ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે કુંડળી સૌથી યોગ્ય કામ કરે છે. સૌ પહેલા તો એ જુઓ કે લગ્ન થશે કે નહી ? કુંડળીમાં સપ્તમ ભાવ લગ્નનો અને વ્યય ભાવ શૈયા સુખનો માનવામાં આવે છે.

જો સપ્તમ ભાવ તેનો સ્વામી અને સપ્તમ ભાવમાં બેસેલા ગ્રહ બધા યોગ્ય સ્થિતિમાં છે. કોઈપણ ખરાબ ગ્રહ કે કમજોર નક્ષત્રના પ્રભાવમાં નથી, તો આ વાત નક્કી છે કે લગ્ન થશે તો જરૂર. જો વ્યય ભાવ અને તેના સ્વામીની સ્થિતિ પણ ઠીક છે તો લગ્નથી સુખ મળવુ નક્કી છે.

હવે આ વાત પર વિચાર કરો કે વિવાહ ક્યારે થશે ? પહેલા લગ્નની સામાન્ય વય 23-24 વર્ષ માનવામાં આવતી હતી. જે હવે વધીને 26-27 થઈ ગઈ છે. જો બાકી બધી વાતો સામાન્ય છે તો લગ્ન લગભગ આ જ વયમાં થઈ જાય છે. જો સપ્તમ ભાવ પર મંગળનો પ્રભાવ છેતો લગ્ન 28થી 30 વચ્ચે થાય છે.

જો સપ્તમમાં શુક્ર કે ચંદ્ર હોય તો લગ્ન 24-25 વર્ષમાં અને શનિ હોય તો લગ્ન 32 પછી થતા જોવા મળે છે. શનિ વિશે વધુ એકવાર વિચારો. જો શનિ કુંડળીમાં 1,4,5,9,10નો સ્વામી થઈને સપ્તમમાં હોય અને ગુરૂ કે શુક્રની દ્રષ્ટિમાં હોય તો લગ્ન ખૂબ જલ્દી થઈ જાય છે. સપ્તમમાં એકલો ગુરૂ લગ્નમાં મોડું કરે છે, રાહુ બનતા લગ્નને બગાડે છે.

webdunia
N.D
પ્રેમ લગ્ન - જો પંચમ ભાવના સ્વામીનો સપ્તમ ભાવ સાથે, લગ્ન સાથે અથવા વ્યય ભાવ સાથે કોઈ સંબંધ બતાવે છે તો પ્રેમ લગ્ન કે પરિચય લગ્ન જ થાય છે. જો પંચમેશ સપ્તમમાં હોય અથવા સપ્તમેશ પંચમમાં હોય તો પણ પ્રેમલગ્ન થાય છે. જો પંચમ અથવા સપ્તમનો સ્વામી વ્યયમાં હોય તો મનપસંદ લગ્ન થાય છે પરંતુ લગ્નથી સુખ નથી મળી શકતુ. જો પંચમેશ કે સપ્તમેશ શુભ ગ્રહ થઈને રાશિ પરિવર્તન કરે છે તો લગ્ન સુખમય અને નસીબને બદલનારુ રહે છે. જો અશુભ ગ્રહ હોય છે તો મતભેદ બન્યા રહે છે. સપ્તમેશનુ લગ્નમાં હોવુ પણ પરિચય લગ્ન કરાવે છે.

વિશેષ - જે જાતક માંગલિક હોય છે, તેમનુ જો લવમેરેજ પણ થઈ રહ્યુ હોય તો તેઓ મોટાભાગે એ જાતક તરફ જ આકર્ષિક થાય છે, જેમની કુંડળી મંગળથી પ્રભાવિત હોય છે અથવા જેમની કુંડળીમાં શનિ-રાહૂ પ્રબળ હોય છે. આ રીતે મોટાભાગના મંગળ દોષનો આમ જ ઉકેલ આવી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati