Publish Date: Thu, 08 Sep 2022 (23:44 IST)
Updated Date: Fri, 09 Sep 2022 (00:52 IST)
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ સુપર ફોરની મેચમાં અફઘાનિસ્તાનને 101 રને હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયાની મોટી જીતમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ભુવનેશ્વર કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટે અણનમ 122 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે અડધી સદી રમી હતી. ભુવીએ પોતાની ચાર ઓવરમાં 4 રન આપીને 5 વિકેટ લીધી હતી.
ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું
એશિયા કપ સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું હતું. ભારતે આપેલા 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમ 8 વિકેટે 111 રન જ બનાવી શકી હતી. તેના માટે ઈબ્રાહિમ ઝદરાને અણનમ 64 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. ભારત તરફથી ભુવીએ 5 વિકેટ ઝડપી હતી.