Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Asia Cup: એયરપોર્ટ પર ઈરફાન પઠાન સાથે થયો દુર્વ્યવ્હાર, પત્ની અને બાળકો સાથે પણ થઈ આ હરકત

ifphan pathan
, ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (14:58 IST)
Asia Cup 2022: એશિયા કપ માટે બધી ટીમો પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે.  દુનિયાભરના ક્રિકેટ ફેંસને આ સમયે એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  જ્યા બધી ટીમોના ખેલાડી પણ એકદમ તૈયાર છે તો બીજી બાજુ આ ટૂર્નામેંટમાં કમેટ્રી કરવા માટે અનેક દિગ્ગજ ખેલાડી પણ તૈયાર છે. આ દિગ્ગજોમાથી એક નામ ઈરફાન પઠાનનુ પણ છે. પણ એશિયા કપ માટે દુબઈ પહોંચતા પહેલા ઈરફાનની સાથે એયરપોર્ટ પર ઘણો ખરાબ વ્યવ્હાર થયો છે. 
 
ઈરફાન પઠાન સાથે થયો આ વ્યવ્હાર 
 
ઈરફાન પઠાણ એશિયા કપની કોમેન્ટ્રી પેનલમાં ભાગ લેવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યાંથી તે દુબઈ જવા રવાના થવાનો હતો. ઈરફાન અને તેના પરિવારને વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર કલાકો સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. તેણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા આ આરોપો લગાવ્યા છે. ઈરફાનનો પરિવાર પણ તેની સાથે હતો. ઈરફાન 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપની કોમેન્ટ્રી પેનલમાં પણ સામેલ છે.
 
ટ્વિટર પર શેયર કરી પોસ્ટ 

વાત એમ બની કે  જ્યારે ઈરફાન દુબઈની ફ્લાઈટ લેવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચેક-ઈન કાઉન્ટર પર સ્ટાફે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ અંગે ફરિયાદ કરતાં ઈરફાને એક ટ્વિટ પણ કર્યું હતું. ટ્વીટમાં ઈરફાને લખ્યું, 'આજે હું મુંબઈથી દુબઈ વિસ્તારાની ફ્લાઈટ UK-201 જઈ રહ્યો હતો. દરમિયાન, ચેક-ઇન કાઉન્ટર પર મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. વિસ્તારાએ મારી કન્ફર્મ ટિકિટ સાથે છેડછાડ કરી હતી. આ ઉકેલ માટે મારે કલાકો સુધી કાઉન્ટર પર ઊભા રહેવું પડતું હતું. મારી સાથે મારી પત્ની, 8 મહિનાનું અને એક 5 વર્ષનું બાળક પણ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના ડોક્ટરોએ મેડિકલ ક્ષેત્રે કર્યો કમાલ, 165 કિલો વજનના દર્દીનું કર્યું ની રિપ્લેસમેન્ટ