મળી ગયુ છે નરકનું દ્વાર !!!
રોમ , મંગળવાર, 9 એપ્રિલ 2013 (16:52 IST)
તુર્કીના રેગિસ્તાનમાં ખોદકામ કરી રહેલ ઈતાલવી પુરાત્વશાસ્ત્રીઓને એક પ્રાચીન ખંડેર મળી આવ્યુ. આ ખંડેર યૂનાની ધારણાઓમાં નર્કના દ્વારના રૂપમાં મળી છે. હર્ફિવટન પોસ્ટની રિપોર્ટ મુજબ દક્ષિઁણ પશ્ચિમી તુર્કીના હિયેરાપોલિસ શહેરમાં કાર્ય કરતા ઈતાલવી દળના એક પ્રાચીન ખડેર શોધી કાઢ્યુ માનવામાં આવ્યુ રહ્યુ છે કે આ એ જ જગ્યા છે જેને યૂનાની ધારણામાં પાતાળ જવાનો રસ્તો બતાવે છે. યૂનાની ધારણાઓમાં પ્લૂટો મતલબ હેડીઝને પાતાળના દેવતા બતાવવામાં આવ્યા હતા,જ્યા આત્માઓનુ રાજ ચાલે છે.
ગુફામાંથી પસાર થતા જ મરી જાય છે પક્ષીઓ પુરાતત્વશાસ્ત્રી ફાંસેસ્કો ડે એડ્રિયાએ પોતાની શોધ વિશે બતાવતા કહ્યુ કે અમને એક મંદિર અને બાથરૂમના અવશેષો મળ્યા જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં તીર્થયાત્રી કરતા હશે. તેના નિકટ રહેલ ગુફા ખતરનાક હોવાની વાત અમને એ સમયે જાણ થઈ જ્યારે તેની પાસેથી ઉડનારા પક્ષીઓને બેહોશ થઈને જમીન પર પડતા અને મરતા જોયા. આની અંદરથી ગરમ કાર્બન ડાયોક્સાઈડ ગેસનો સ્ત્રાવ થઈ રહ્યો હતો.
આગળ વાંચો ગરમ કાર્બન ડાયોક્સાઈડ ગેસ લઈ લે છે જીવ
ગરમ કાર્બન ડાયોક્સાઈડ ગેસ લઈ લે છે જીવ વૈજ્ઞાનિકોએ જો કે કહ્યુ કે આધુનિક સમયમાં આ પ્રકારની માન્યતાઓ માટે કોઈ સ્થાન નથી અને વિજ્ઞાન બતાવીએ શકે છે કે પૃથ્વીના સ્તરમાં ઘણા સ્થાન પર એવી દરારો રહેલી છે જ્યા કાર્બન ડાયોક્સાઈડ ગેસનો સ્તાવ થાય છે. પ્રાચીન રોમના પ્રસિદ્ધ રાજનેતા સિસેરો અને યૂનાની ભૂગર્ભશાસ્ત્રી સ્ટ્રેબસે પોતાના સમયમાં આ નરકના દ્વાર વિશે લખ્યુ છે. પાલેમો વિશ્વવિદ્યાલયમા& રોમન ઈતિહાસના પ્રોફેસર એલિસ્ટર ફિલિપનીએ આ શોધને ખૂબ જ અદ્દભૂત બતાવતા કહ્યુ છે કે પ્રાચીન સાહિત્યના આધારે અમે આની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકીએ છીએ.