Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અહીં દીકરી અને માતાનો હોય છે એક જ પતિ

child marriage
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (10:05 IST)
આજે અમે જે પરંપરા વિશે તમને જણાવી રહ્યા છીએ તેના વિશે કદાચ જ તમે સાંભળ્યું નહી હોય અને જ્યારે તમે આ વિશે જાણશો તો ચોંકી જશો. દુનિયામાં એક એવી જાતિ છે જ્યાં દીકરીનો પતિ તેના જ પિતા હોય છે, આ જનજાતિ બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં મધોપુર જંગલમાં રહે છે.  તે જાતિ  આદિવાસી હેઠળ આવે છે અને જેનું નામ 'મંડી' છે. મંડી સમાજના મોટાભાગના લોકો આ સમયે ઈસાઈ મઝહબ કબૂલ કરી લીધું છે. અહીં પરિવાર પર મહિલાઓની હુકૂમત ચાલે છે આ જનજાતિની પરંપરા પ્રમાણે, જો કોઈ મહિલાનો પતિ બહુ જ ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે તો મહિલાને તેના પતિના પરિવારમાં જ કોઈ ઓછી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાના હોય છે.  આ સમાજનું માનવું છે કે  'અમને અમારા લોકો માટે અમુક વસ્તુ કરવી પડે છે. કારણકે પોતાના લોકોની મિલકતને બચાવવાની હોય છે. કેટલીક શરતો હેઠળ દીકરીને પોતાના જ પિતા સાથે લગ્ન કરવા પડે છે.'
 
-  આ પરંપરાને માનનારી જનજાતિ બાંગ્લાદેશના મંડી વિસ્તારમાં રહે છે. 
- આ જનજાતિમાં રહેતી એક 30 વર્ષની મહિલા ઓરોલાના પિતાનું જ્યારે અવસાન થયું તો તે બહુ નાની હતી. 
- તેના પિતાના મોત બાદ તેની માતાએ પછી બીજા લગ્ન કરી લીધા. તેના સાવકા પિતાનું નામ નોટેન હતું. 
- આ સાથે જ જો એ મહિલાની કોઈ દીકરી છે તો તેના લગ્ન પણ એ મંડપમાં જ તે વ્યક્તિ સાથે કરવામાં આવે છે.
- આવું એટલા માટે છે કારણ કે આ જનજાતિનું માનવું છે કે, ઓછી ઉંમરનો આ પતિ નવી પત્ની અને તેની પુત્રીનો પણ પતિ બનીને બન્નેને સાથે ખુશ રાખી શકે. 
- હવે આ અજીબોગરીબ પ્રથાના કારણે ઓરોલાને નોટેનથી ત્રણ બાળકો છે અને તેની માતાને પણ નોટેનથી 2 બાળકો છે. 
- બન્ને માતા દીકરી એક જ પતિ સાથે એક જ ઘરમાં સાથે રહે છે.
- ઓરોલા જેને બાળપણથી પિતા તરીકે જોતી અને બોલાવતી હતી, હવે તે તેના પતિ બની ચૂક્યો હતો. 
- પરંતુ આ વિશે ઓરોલાને કોઈ જાણકારી નહોતી. 
- તેના લગ્ન માત્ર 3 વર્ષની ઉંમરમાં જ મંડી જનજાતિની એક પરંપરા તરીકે કરવામાં આવ્યા હતા
- પરંતુ જ્યારે ઓરોલાએ પોતાની કિશોરાવસ્થાને પાર કરી તો તેને ખબર પડી કે તેના સાવકા પિતા જ તેના પતિ છે. 
 
 




 
(આ માહિતી દિવ્ય ભાસ્કરના જૂના લેખ પર આધારિત છે) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Heart Attack- એક માણસને કેટલી વાર આવી શકે છે હાર્ટ અટૈક? જાણો તેનાથી બચવાના ઉપાય