Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મળી ગયુ છે નરકનું દ્વાર !!!

મળી ગયુ છે નરકનું દ્વાર !!!
રોમ , મંગળવાર, 9 એપ્રિલ 2013 (16:52 IST)
તુર્કીના રેગિસ્તાનમાં ખોદકામ કરી રહેલ ઈતાલવી પુરાત્વશાસ્ત્રીઓને એક પ્રાચીન ખંડેર મળી આવ્યુ. આ ખંડેર યૂનાની ધારણાઓમાં નર્કના દ્વારના રૂપમાં મળી છે. હર્ફિવટન પોસ્ટની રિપોર્ટ મુજબ દક્ષિઁણ પશ્ચિમી તુર્કીના હિયેરાપોલિસ શહેરમાં કાર્ય કરતા ઈતાલવી દળના એક પ્રાચીન ખડેર શોધી કાઢ્યુ માનવામાં આવ્યુ રહ્યુ છે કે આ એ જ જગ્યા છે જેને યૂનાની ધારણામાં પાતાળ જવાનો રસ્તો બતાવે છે. યૂનાની ધારણાઓમાં પ્લૂટો મતલબ હેડીઝને પાતાળના દેવતા બતાવવામાં આવ્યા હતા,જ્યા આત્માઓનુ રાજ ચાલે છે.
P.R


ગુફામાંથી પસાર થતા જ મરી જાય છે પક્ષીઓ

પુરાતત્વશાસ્ત્રી ફાંસેસ્કો ડે એડ્રિયાએ પોતાની શોધ વિશે બતાવતા કહ્યુ કે અમને એક મંદિર અને બાથરૂમના અવશેષો મળ્યા જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં તીર્થયાત્રી કરતા હશે. તેના નિકટ રહેલ ગુફા ખતરનાક હોવાની વાત અમને એ સમયે જાણ થઈ જ્યારે તેની પાસેથી ઉડનારા પક્ષીઓને બેહોશ થઈને જમીન પર પડતા અને મરતા જોયા. આની અંદરથી ગરમ કાર્બન ડાયોક્સાઈડ ગેસનો સ્ત્રાવ થઈ રહ્યો હતો.

આગળ વાંચો ગરમ કાર્બન ડાયોક્સાઈડ ગેસ લઈ લે છે જીવ



ગરમ કાર્બન ડાયોક્સાઈડ ગેસ લઈ લે છે જીવ

વૈજ્ઞાનિકોએ જો કે કહ્યુ કે આધુનિક સમયમાં આ પ્રકારની માન્યતાઓ માટે કોઈ સ્થાન નથી અને વિજ્ઞાન બતાવીએ શકે છે કે પૃથ્વીના સ્તરમાં ઘણા સ્થાન પર એવી દરારો રહેલી છે જ્યા કાર્બન ડાયોક્સાઈડ ગેસનો સ્તાવ થાય છે. પ્રાચીન રોમના પ્રસિદ્ધ રાજનેતા સિસેરો અને યૂનાની ભૂગર્ભશાસ્ત્રી સ્ટ્રેબસે પોતાના સમયમાં આ નરકના દ્વાર વિશે લખ્યુ છે. પાલેમો વિશ્વવિદ્યાલયમા& રોમન ઈતિહાસના પ્રોફેસર એલિસ્ટર ફિલિપનીએ આ શોધને ખૂબ જ અદ્દભૂત બતાવતા કહ્યુ છે કે પ્રાચીન સાહિત્યના આધારે અમે આની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકીએ છીએ.
webdunia
P.R

અત્રે એ ઉલ્લેખનીય છે કે આધુનિક તુર્કીના પામુક્કાલે ગામની પાસે સ્થિત હિયેરાપોલેસને યૂનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં સ્થાન મળ્યુ છે. અને દર વર્ષે લગભગ 15 લાખ મુસાફરો અહીની મુલાકાત લેવા આવે છે. ડે એનડ્રિયા આ વિસ્તારમાં ઘણા વર્ષોથી ખોદકામ કરી રહ્યા છે. તેમણે વર્ષ 2011માં યીશુના શિષ્ય સેટ ફિલિપના મકબરા પણ આ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. -

આગળ વાંચો આ વિસ્તારમાં રહે છે રાક્ષસોના દેવતા, અહી થાય છે તેમની પૂજા




આ વિસ્તારમાં રહે છે રાક્ષસોના દેવતા, અહી થાય છે તેમની પૂજા

ભૈયાથાન વિકાસખંડના ગામ ખોપામાં દાનવોના દેવ બંકાસુરની પૂજા અર્ચના કરવામાં આવે છે. અહી પૂજા અર્ચના કરાવનારા બૈગા સમુહ મુજબ બંકાસુર દાનવ હતા. વર્ષોથી લોકોની આસ્થાનું આ કેન્દ્ર રેણ નદીના કિનારે આવેલ છે. માનવામાં આવે છે કે આ દરબારમાં અરજી લગાવનારા લોકોની ઈચ્છાઓ જરૂર પુરી થાય છે. દેવસ્થળ પર બંકાસુર માટે બકરા અને મરધાની બલિ આપવાની અને પ્રસાદના રૂપમાં દારૂ ચઢાવવાની પરંપરા છે. લોકો અહી માનતા માટે નારિયળ અને ચુંદડી પણ બાંધે છે અને માનતા પૂરી થયા પછી તેને ખોલી પણ જાય છે.

આ વિસ્તાર કહેવાય છે ભારતનુ 'નાગલોક'

webdunia
P.R


હિન્દુસ્તાનમાં કોબરા અને કરૈતની સૌથી ઝેરીલી પ્રજાતિ જો કહી જોવા મળતી હોય તો એ છે છત્તીસગઢ. ચોકશો નહી, આ બિલકુલ સત્ય છે. છત્તીસગઢમાં એક વિસ્તાર એવો પણ છે જેને નાગલોકના નામથી ઓળખવામાં આવે છે. સાંપોની ખૂબ જ ઝેરીલી પ્રજાતિઓમાંથી એક કોબરા માટે કુખ્યાત આ વિસ્તારની ચર્ચા દૂર દૂર સુધી થાય છે. આ વિસ્તારમાં જતા પહેલા જ લોકો ચેતાવણી આપે છે કે સંપૂર્ણ રીતે સાવધ રહો, નહી તો કશુ પણ થઈ શકે છે. ગરમી અને વરસાદના દિવસોમાં અહી સર્પદંશના કેસ વધી જાય છે. કારણ કે જમીન તપે છે અને નાગ પોતાના બિલમાંથી બહાર નીકળે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati