Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જોખમી મુસાફરી કરતા લોકો માટે સરકારનો જોખમી બંદોબસ્ત !!

જોખમી મુસાફરી કરતા લોકો માટે સરકારનો જોખમી બંદોબસ્ત !!
P.R

ટ્રેનના છાપરે ચઢીને જોખમી મુસાફરી કરતા લોકોની સમસ્યા લગભગ દરેક વિકાસમાન દેશમાં છે. મુંબઈની લોકલ ટ્રેન હોય કે પછી ક્યારેક કોઈ મેળાવડામાં મોટી સંખ્યામાં ઉમટી રહેલા લોકો, ટ્રેનના છાપરે ચઢીને મુસાફરી કરવાની વાત નવી નથી. સંસાધનોની કમીને કારણે સરકાર પર માત્ર કાયદા બનાવીને તે લોકોને રોકી શકે તેમ નથી. તેમાંય વળી ખુદાબક્ષ મુસાફરો મોટાભાગે છાપરા પર ચઢીને જ મુસાફરી કરતા હોય છે.

જોકે, હવે ઈન્ડોનેશિયાની સરકારે આ રીતે ગેરકાયદે તેમજ જોખમી મુસાફરી કરતા લોકોને અટકાવવા માટે એક નવો જ આઈડિયા અમલમાં મુક્યો છે. અગાઉ પણ અહીંના વહીવટીતંત્રે ટ્રેનના છાપરાઓ પર ઓઈલ છાંટી દઈ, તેમજ અન્ય અનેક રસ્તા અપનાવી મુસાફરોને તેના પર ચઢતા રોકવા કોશીશ કરી હતી પરંતુ તે સફળ નહોતી થઈ શકી.

webdunia
P.R

હાલમાં અપનાવાયેલા આ આઈડિયામાં વીજળીથી ચાલતી ટ્રેનો પરથી જેમ વાયર પસાર થતા હોય છે તેમ પાટાની આસપાસ થાંભલા ઉભા કરીને તેના પર સિમેન્ટના બોલ લટકાવી દેવાયા છે. આ સંજોગોમાં જો કોઈપણ વ્યક્તિ ટ્રેનના છાપરા પર મુસાફરી કરતો હોય તો તેને સિમેન્ટનો બોલ સીધો માથામાં અથડાય અને તેનાથી તે ઈજાગ્રસ્ત થઈ જાય.

આ અંગે ઈન્ડોનેશિયામાં રેલવેનું સંચાલન કરતી સરકાર હસ્તકની કંપની પીટી કેરેટાના પ્રવક્તા માતેતા રિઝહુલહકે જણાવ્યુ હતુ કે અમે જોખમી મુસાફરી કરતા લોકોને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી જોયા હતાપરંતુ એકપણ કારગત ન નિવડતા આખરે અમારે આ રસ્તો અપનાવવો પડ્યો હતો.

ઈન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં રેલવે વ્યવસ્થા સાવ બિસ્માર હાલતમાં છે. અહીંના પાટા પણ 60 વર્ષ પહેલા ડચ શાસનમાં નખાયા હતા. અહીં ટ્રેનો મોટાભાગે ભરચક જ રહેતી હોય છે અને તેમાંય ઓફિસે આવવા-જવાના કલાકોમાં તો લોકોનો ધસારો આસમાને પહોંચે છે.

webdunia
P.R

આ કોંક્રિટના બોલોને થાંભલા પર લટકાવ્યા પછી ટ્રેનના છાપરે ચઢીને જતા લોકોના માથા તેમની સાથે ભટકાશે અને તે દ્વારા તેમને જોખમી મુસાફરી કરતા રોકવામાં મદદ મળશે તેવી તંત્રને આશા છે.

હાલમાં કોંક્રિટના બોલને લટકાવવાનો સૌપ્રથમ પ્રયોગ રાજધાની જકાર્તા નજીક આવેલા એક સ્ટેશનમાં કરવામાં આવ્યો છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો તેનું અન્ય સ્ટેશનો પર પણ અનુકરણ કરવામાં આવશે.

રાજધાની જકાર્તામાં જ 2008માં રેલવેમાં જોખમી મુસાફરી કરતા 53 લોકોના મોત થયા હતા. મોટાભાગના મૃતકોટ્રેનની ઉપરથી પસાર થતા વીજળીના તારને સ્પર્શી જતા મોતને ભેટ્યા હતા.

રાજધાની જકાર્તામાં જ પીકઅવર્સમાં ચાર લાખ લોકો ટ્રેનોમાં મુસાફરી કરતા હોય છે. હાલમાં જોકે, ટ્રેનોના છાપરા પર ચઢીને મુસાફરી કરતા લોકોમાં કોંક્રિટના બોલને કારણે ફફડાટ પણ વ્યાપી ગયો છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati