Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય તૃતીયા પર સોનુ નથી ખરીદી શકતા તો શુ ખરીદવુ ?

અક્ષય તૃતીયા પર સોનુ નથી ખરીદી શકતા તો શુ ખરીદવુ  ?
, શનિવાર, 15 એપ્રિલ 2023 (06:18 IST)
જ્યોતિષ મુજબ અખાત્રીજ પર સોનુ ખરીદવુ ખૂબ જ શુભ હોય છે. જેની પાછળની ધાર્મિક માન્યતા એ છે કે આ દિવસે પ્રાપ્ત ધઅને અને સંપત્તિ ખૂબ જ લાભકારી હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ખરીદવામાં આવેલ વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે.  આમ તો આ દિવસે સોનુ ખરીદવુ શુભ હોય છે પણ જો તમે કોઈ કારણસર સોનુ ન ખરીદી શકો તો કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ આ વસ્તુઓ પણ મા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા અપાવે છે.  તો ચાલો આજે જાણીએ અખાત્રીજ પર તમે સોનુ ઉપરાંત કંઈ વસ્તુઓ ખરીદી શકો છો તેના વિશે.. 
 
 કોડી - ધર્મ શાસ્ત્રો મુજબ મા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. આવામાં અખાત્રીજ પર કોડી ખરીદીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરી દો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને બીજા દિવસે કોડીને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં મુકી દો. 
 
જવ - એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો સોનુ ન ખરીદી શકો તો આ દિવસે તમે જવ ખરીદી શકો છો. શાસ્ત્રોનુ માનીએ તો જવ ખરીદવા પણ સોનુ ખરીદવા જેટલુ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમા અર્પિત કરો. પછી તેને લાલ કપડામાં બાંધીને મુકી દો. તેનાથી તમારી ધન દોલતનો ખજાનો વધતો જશે 
 
શ્રીયંત્ર - જો તમે અક્ષય તૃતીયા પર સોનું નથી ખરીદી શકતા તો આ દિવસે શ્રીયંત્ર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અક્ષય તૃતીયા ઘરમાં શ્રીયંત્ર લાવવાનો સૌથી શુભ દિવસ છે. આ દિવસે વિધિ-વિધાન સાથે શ્રી યંત્રની સ્થાપના કરો.
 
દક્ષિણાવર્તી શંખ - તમે અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખ પણ ખરીદી શકો છો. દક્ષિણાવર્તી શંખ મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે.
 
કળશ કે મટકી - આ ઉપરાંત અક્ષય તૃતીયાના અવસર પર માટીના ઘડાની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે મટકી ખરીદીને ઘરમાં મુકવી અને તેમા શરબત ભરીને દાન કરવું એ બંને શુભ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Baisakhi 2023 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે