Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય તૃતીયા પર ધન પ્રાપ્તિના 6 સરળ ઉપાય, જરૂર અજમાવો..

અક્ષય તૃતીયા પર ધન પ્રાપ્તિના 6 સરળ ઉપાય, જરૂર અજમાવો..
, ગુરુવાર, 27 એપ્રિલ 2017 (17:31 IST)
ધન સંપત્તિનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે હોય છે. કોઈપણ જાતકના પરિવેશમાં સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ તેના જીવન પર અસર નાખે છે. આવો જાણીએ એ ખાસ પણ સરળ ઉપાય જેને અજમાવવાથી કોઈના પણ જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.  અક્ષય તૃતીયાના શુભ નક્ષત્ર પર જાણો કેવી રીતે કરશો મા લક્ષ્મીને પ્રસન્ન.. 
 
1. લગ્ન રાશિના સ્વામી ગ્રહ ને કરો પ્રસન્ન - દરેક જાતકની એક ચન્દ્ર રાશિ હોય છે અને આ પ્રકારની કુંડળીમાં જન્મના સમય સાથે સંબંધિત એક લગ્ન રાશિ પણ હોય છે. જાતક ગુણ અને વ્યવ્હારને લગ્ન રાશિ ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે. જો કોઈના કાર્યમાં અવરોધ આવી રહ્યો છે કે આર્થિક રૂપે તકલીફમાં છે તો તમારી લગ્ન રાશિના સ્વામી ગ્રહ મુજબ રંગની કોઈ વસ્તુ તમારી સાથે જરૂર રાખો કે સ્વામી ગ્રહના રંગ સાથે સંબંધિત કોઈ એક નાનકડુ કપડુ તમારી સાથે જરૂર રાખો. 
 
2. તિજોરી યોગ્ય સ્થાન પર મુકો - ધનની તિજોરી ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દિવાલ પર, જો લાગી હોય તો આ ધન વૃદ્ધ્હિમાં લાભદાયક સાબિત થઈ શકે છે. 
 
3. મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો - સવારે લક્ષ્મીની પૂજા ઘરમાં રોજ કરવી જોઈએ અને સાંજે ઘરના મુખ્ય દ્વાર પર જમની બાજુ એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આ બંને કાર્યોથી ઘનની દેવી લક્ષ્મીજી પ્રસન્ન થઈને વ્યક્તિની પાસે જ રહે છે. 
 
4. ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીનુ સ્વરૂપ - ગણેશ ભગવાન જીના સ્વરૂપને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી ઘરમાં ઘન સંબંધિત બધી સમસ્યાઓનો અંત થાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો પણ ઉદય થઈ શકતો નથી.
 
5. ઘરમાં તુલસીજીનો છોડ લગાવો - તુલસીજીની સેવા કરવાથી ધન-ધાન્યની કોઈ કમી રહેતી નથી. તુલસીના છોડ પર નિયમિત રૂપે દીવો લગાવવાથી અને પૂજનથી મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
6. ગૌ માતનએ ચારો ખવડાવો - રોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને ગૌમાતાને લીલુ ઘાસ કે લોટનો ભોગ લગાવવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો