Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

નીતિનભાઈ પટેલ જબરદસ્ત બોલ્યાઃ આ કાશ્મીર નથી ગુજરાત છે

ગુજરાત સમાચાર
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (11:36 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં સીમા જાગરણ મંચ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે ગુરુવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએએનો વિરોધ કરી રહેલા લોકોને પોતાના અલગ જ અંદાજમાં જવાબ આપ્યો હતો. કાર્યક્રમ બાદ તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી. પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરીઓનું ચાલે તો દેશમાં ફરી મુગલોના 800 વર્ષના શાસન જેવા દિવસો આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આઝાદી ગેંગને શેનાથી આઝાદી જોઈએ છે એ ખબર નથી. 

જેમને આઝાદી જોઈએ છે તેમના માટે સરહદો ખોલી નાખવી જોઈએ, તો એ પણ સુખી થશે અને આપણે પણ સુખી થઈશું. જો તેઓ ચાલ્યા જશે તો આપણે આરામથી રહી શકીશું અને દેશને પ્રગતિ કરવાનો મોકો મળી જશે. નીતિન પટેલે કહ્યું હતું કે, ‘અમદાવાદમાં આપણા નિર્દોષ પોલીસ ભાઇઓ બહેનો પર જે રીતે પથ્થરમારો થયો તે સામાન્ય કૃત્ય નથી, અમદાવાદમાં કોથળો પથરા શોધવા હોય તો વાર લાગે, આ તો ટ્રક ભરીને પથરા તૈયાર હતા. 

ધાબામાં પથ્થર મૂકી રાખેલા. બધું જ ખબર હતી. પણ એ લોકો ભૂલી ગયા હતા કે આ કાશ્મીર નથી, આ ગુજરાત છે. મને આ છોકરા છોકરીઓનો વાંધો નથી એ બિચારા યુવાન છે. મને વાંધો તેમના મમ્મી પપ્પાનો છે કે ભઇ આનામાં તો નથી પરંતુ તમારા છે કે નથી?’ તેમણે ઉમેર્યું હતું કે, ‘આઝાદી તો આપણને 1947માં મળી ચુકી છે. પરમ દિવસે આપણા દેશનો આઝાદ દિવસ (ગણતંત્ર દિવસ) છે. તો યે આ ટોળું ભેગું થાય છે ને પેલું બધા સુધરેલા લોકોનું, તે એમની જાતને સુધરેલા માને છે હું તેમને માનસિક પછાત જ માનું છું. 

આઝાદી આઝાદી એવું સંભળાય છે. આખું વાક્ય કોઇએ સાંભળ્યું છે કે શેનાથી આઝાદી જોઇએ છે? તમારા મા-બાપથી? તમારા પતિથી આઝાદી જોઇએ છે? દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ એવા ભારતમાં વળી શેની આઝાદી માંગે છે. અગર ભારત સે આઝાદી માંગતે હે તો હમ સબ મિલકે મોદી સાહબ સે બિનતી કરતે હે કી સીમાએ થોડે દિન કે લીયે ખુલી કર દો, જીસકો આઝાદી ચાહીયે વો જહાં જાના ચાહે ચલા જાયે. વો હમારે ઘર આ કે બેઠતે હૈ. જીસકો જીધર જાના હૈ જા સકતા હૈ. 

તુમ્હારે વહાં ભી આઝાદી મીલ જાયેગી. હમકો યહાં આરામ સે રહેના કા, દેશ કી ઔર પ્રગતી કરને કા મૌકા મિલ જાયેગા.’ પાકિસ્તાનમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે નીતિન પટેલ બોલ્યા હતા કે, ‘પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓ પેઢીઓથી ત્યાં રહેતા હતા. એમની મિલકતને નુકસાન થાય, દિકરીઓને ઉપાડી જાય, પરાણે મારીઝુડીને ધર્માંતર કરાવે. આ‌વું ના ચલાવવું હોય તો ઉપાય શું? તો ઉપાય, ભારતમાં આવો..... 70 વર્ષ જુની ભુલ મોદી સાહેબ અને અમિત ભાઇએ સુધારી આપણે તેમને ખરેખર અભિનંદન આપવા જોઇએ.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોકરી જતી રહેશે તો 2 વર્ષ સુધી મળતો રહેશે પગાર, તમે પણ ઉઠાવી શકો છો આ સ્કીમનો ફાયદો