Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

મિત્ર સાથે ઝઘડો કરનારા યુવાનની કરી હત્યા, ગળા પર છરીનાં ઘા ઝીંક્યા

crime news in gujarati
, શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (15:22 IST)
અમદાવાદ શહેરમાં મિત્ર સાથેના ઝઘડાનું ઉપરાણું લઈ યુવાનને છરી ના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. કલાપી નગર માં રહેતા વિઠ્ઠલભાઈ પરમાર એ પોલીસ ફરિયાદ આપી છે કે ગુરૂવારે બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમની પડોશ માં રહેતા અમરતભાઈ તેમના ઘરે આવ્યા હતા. અને ફરિયાદીના દીકરા કેતનનો બહાર ઝઘડો ચાલી રહ્યો હોવાની જાણ કરી હતી. જેથી ફરિયાદી તરત જ ચાલીમાં બહાર પહોંચ્યા હતા. જ્યાં તેજસ ઉર્ફે તેજુ, જીતુ મહેરિય અને તેના પત્ની કેતન સાથે ઝઘડો કરી રહ્યાં હતાં. તેને બિભત્સ ગાળો આપી રહ્યા હતા. એટલું જ નહીં ઝઘડો એ હદે વધી ગયો હતો કે, જીતુભાઈએ કેતન ની ફેટ પકડી લીધી હતી. જ્યારે તેજસ ઉર્ફે તેજુ એ કેતનને કાનની નીચેના ભાગે છરી મારી દીધી હતી. અને ફરિયાદીને  લઈ જાઓ તમારા દીકરાને તેમ કહીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.આ ધટના બાદ આસપાસ માં લોકો ભેગા થઈ ગયા હતાં અને તેમણે 108 ને જાણ કરી હતી. કેતનને લોહીલુહાણ હાલત માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.આખી ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતો. ફરિયાદ નો આરોપ છે કે કેતનને તેના મિત્ર રાહુલ સાથે ઝઘડો થયો હતો અને તેનું ઉપરાણું લઈ ને આરોપી ઓએ કેતન સાથે ઝઘડો કર્યો હતો. હાલ માં પોલીસએ કેતન અને તેનાં પિતા અને માતા વિરુદ્ધમાં ગૂનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોરબંદરના દરિયામાં કરંટ અને કોરોનાને કારણે રાષ્ટ્રધ્વજ વંદન નહીં થાય