કોરોના વાઇરસનો કહેર અમદાવાદમાં વધી રહ્યો છે. લોકડાઉનનું પાલન ન થતું હોવાથી, હોમ ક્વોરન્ટીનમાં રહેલા લોકો પણ પાલન ન કરે તો પોલીસ કંટ્રોલરૂમન 100 નંબર પર ફોન કરી જાણ કરવા ખુદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા દરરોજ જાહેરાત કરે છે. ત્યારે ઇસનપુરમાં રહેતી મહિલાએ ઘરની સામે જ પોઝિટિવ આવેલા દર્દીના પરિવારજનો ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદ કરી હતી. બ્રેઇન ટયુમર થયેલા પોતાના પુત્રને કોરોના થાય નહીં તે ડરથી માટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો, ત્યારે સામે રહેલા પોલીસકર્મીએ ફોન પર મહિલા સાથે તુકારાથી વાત કરી અને અસભ્ય રીતે વાત કરી હતી. જેની ઓડિયો કલીપ પણ બહાર આવી છે. ચારેક દિવસ પહેલા શહેરના ઇસનપુરના વિશાલનગર પાસેના હનુમાનજીના મંદીર નજીકની ભીમનાથ કોલોનીમાં રહેતા જયોતિબેન દશરથભાઇ કોઠીયાની સામેના એક મકાનમાં તેમના પાડોશીને કોરોના થયો હોવાથી સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ત્યારે તેમના સગાઓને તેમજ આખી કોલોનીને ક્વોરન્ટીન કરી દેવામાં આવી છે. જયોતિબેનના પુત્રને બ્રેઇન ટ્યૂમર છે. જે ક્વોરન્ટીન કરેલા પરિવારના સભ્યો વારંવાર ઘરની બહાર નીકળતા હોવાથી જયોતિબેને તેમણે અનેકવાર ના પાડી છતાં બહાર નીકળતા હતા.