Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rath yatra 2023- રથયાત્રાના 13 ખાસ તથ્યો

vadodara rath yatra
, રવિવાર, 18 જૂન 2023 (14:16 IST)
13 special facts about Rath Yatra- છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ રથ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફરાવાય છે. ચાલો આપણે જાણીએ કે શા માટે અને તે કેવી રીતે કાઢાય છે, જગન્નાથ રથયાત્રા અને શું તેની પાછળનો સંપૂર્ણ વાર્તા. 
- ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નગરયાત્રાએ નીકળે ત્યારે સરસપુર ખાતે મોસાળમાં જાય છે
- અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. 
- ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની ઝાડૂ (સાવરણી) લગાવીને શરૂ થાય છે
- ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં, રથને જાડા જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌપ્રથમ, બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે
-  તે પછી, બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે, જગન્નાથજીનું રથને ખૂબજ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવું શરૂ કરે છે. 
- એવું માનવામાં આવે છે કે જે લોકો રથ સાથે સહકાર કરે છે તેને મોક્ષ મળે છે. જણાવીએ કે, જગન્નાથજીની રથયાત્રા ગુંદેચા મંદિરમાં પહોંચીને પૂરી હોય છે. 
- મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
- જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે
- ભાઈ બળભદ્રને મળેલ રથ (Balabhadra Rath name) તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે
- ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે, આ રથ લાલ અને પીળા રંગનો છે અને તેમાં 16 પૈડાં છે, 
- ભગવાન બલભદ્રનો રથ લાલ અને લીલા રંગનો છે, તેને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેમાં 14 પૈડાં છે. 
- એક કથા મુજબ સુભદ્રાના દ્વારિકા દર્શનની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામએ જુદા-જુદા રથમાં બેસીને યાત્રા કરી હતી.
- જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
 
Edited By-Monica Sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુદાનની રાજધાની પર હવાઈ હુમલો ; 25 ઘરોને નુકસાન, પાંચ બાળકો સહિત 17ના મોત