Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 શંકાસ્પદોની ધરપકડ

30 શંકાસ્પદોની ધરપકડ

વેબ દુનિયા

અમદાવાદ , રવિવાર, 27 જુલાઈ 2008 (15:49 IST)
અમદાવાદની અંદર ગઈ કાલે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની શંકામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા લગભગ 30 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.

તેઓનું માનવું છે કે આ બોમ્બ ધડાકામાં એમોનિયમ નાઈટ્રોજનનો ઉપયોગ થયેલ છે. તેમજ ગેસ સીલીંડરનો પણ ઉપયોગ થયો હોય તેવી શંકા સેવાઈ રહી છે.

બોમ્બ વિસ્ફોટ થયો તે પહેલાં મળી આવેલ ઈ-મેલનું આઈપી એડ્રેસ નવી મુંબઈના સુત્રાપાડા વિસ્તારનું છે. જેથી ત્યાં પોલીસે છાપો મારીને આ કોમ્પુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી લીધી છે.

આ વિસ્ફોટની અંદર લગભગ 50 જેટલી વ્યક્તિના મૃત્યું નીપજ્યાં છે તેમજ 100 કરતાં પણ વધારે ઘાયલ થયેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati