Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પદ્મિની એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત

પદ્મિની એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત
, રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (08:45 IST)
અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની એકાદશી તરીકે પણ ઓળખાય છે. કમલા એકાદશીનું શાસ્ત્રોમાં વિશેષ જ મહત્વ છે, કેમકે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. કમલા એકાદશીનું આ વ્રત જયેષ્ઠ શુક્લ એકાદશી એટલે કે 27 સપ્ટેમ્બરે આવી રહ્યું છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. પુરુષોત્તમ મહિનામાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ સૂર્યદેવતાની પૂજા પણ કરવી વિશેષ ફળદાયી રહેશે. ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવતાની પૂજા એકસાથે કરવાથી જીવનમાં એકસાથે અનેક તકલીફોનો અંત થાય છે.
 
પદ્મિની એકાદશી મુહૂર્ત
એકાદશી તિથિ પ્રારંભ : 27 સપ્ટેમ્બર 06:02 મિનિટથી
એકાદશી તિથિ સમાપ્ત : 28 સપ્ટેમ્બર 07:50 મિનિટ સુધી
પદ્મિની એકાદશી પારણા મુહૂર્ત : 28 સપ્ટેમ્બર 06 :12 મિનિટથી 08:36 મિનિટ સુધી
 
કૃતવીર્ય ત્રેયાયુગમાં મહિષ્મતી પુરીનો રાજા હતો. તે હૈહય નામના રાજાના વંશજ હતા. કૃતવીર્યની એક હજાર પત્નીઓ હતી, પરંતુ તેમાંથી કોઈ પણ સંતાન નહોતું. તેમના પછી મહિષ્મતી પુરીનું શાસન સંભાળનાર કોઈ નહોતું. રાજાને આની ચિંતા થઈ। તેણે તમામ પ્રકારના ઉપાય કર્યા પણ કોઈ ફાયદો થયો નહીં. આ પછી, રાજા કૃતવીર્યએ તપસ્યા કરવાનું નક્કી કર્યું. તેની સાથે તેની એક પત્ની પદ્મિની પણ જંગલમાં જવા માટે તૈયાર થઈ ગઈ. રાજાએ પોતાનો  પદભાર મંત્રીને સોપીને  સાધુના  વેશમાં તેમની પત્ની પદ્મિની સાથે ગાંધમન પર્વત પર ધ્યાન કરવા નીકળી પડ્યા. 
 
એવું કહેવામાં આવે છે કે પદ્મિની અને કૃતાવીર્યએ 10 હજાર વર્ષ સુધી ધ્યાન કર્યું, તેમ છતાં પુત્ર રત્ન પ્રાપ્ત થયો નથી. તે દરમિયાન અનુસુયાએ પદ્મિનીને માલમાસ વિશે કહ્યું. તેમણે કહ્યું કે માલામાસ 32 મહિના પછી આવે છે અને તે બધા મહિનામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્લ પક્ષની એકાદશીનો વ્રત કરવાથી તમારી ઇચ્છા ચોક્કસપણે પૂરી થશે. શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થશે અને તમને પુત્ર રત્ન આપશે.
 
પદ્મિનીએ માલામાસના શુક્લ પક્ષની એકાદશીએ વિધિવિધાન પૂર્વક  ઉપવાસ કર્યો. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને એક પુત્ર પ્ર્રાપ્તિનો  આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદને કારણે પદ્મિના ઘરે એક બાળકનો જન્મ થયો, તેનુ નામ રાખ્યુ નામ કાર્તવીર્ય. આખા વિશ્વમાં તેના જેટલુ  શક્તિશાળી કોઈ નહોતું.
 
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે જે લોકો માલમાસની પદ્મિની એકાદશીની કથા સાંભળે છે કે વાંચે છે તે વૈકુંઠમાં જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Padmini Ekadashi 2020 - અધિક માસની એકાદશીએ કરો આ 10 વસ્તુઓનુ દાન, સૂતેલુ નસીબ જાગી જશે