Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Adhik maas 2023 : અધિકમાસમાં શું કરવું અને શું ન કરવું?

adhik maas
, સોમવાર, 10 જુલાઈ 2023 (10:15 IST)
adhik maas
Adhik maas - અધિક માસ (અધિક માસ 2023)નો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અધિક માસમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ વખતે માલમાસ (અધિક માસ 2023) 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, જે 16મી ઓગસ્ટ સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે અધિક માસમાં રક્ષક ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ માસમાં જો કોઈ વ્યક્તિ નિયમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો  ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેના તમામ પાપોનો નાશ થાય છે અને તેને પુણ્ય મળે છે. આના પરિણામે સાધકની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.
 
જાણો અધિક માસમાં શું કરવુ શું નહી ? 
1. અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો છે. અધિક મહિનાના ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે. આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ.
 
2. અધિક મહિનામાં શ્રીમદ્દભાગવત ગીતા, શ્રીરામ કથા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર અને ગીતાના પુરુષોત્તમ નામના14 માં અધ્યાયનું વાંચન કરવું જોઇએ. જો તમે આ બધુ વાંચી શકતા નથી, તો તમારે દિવસમાં 108 વખત ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ..
 
3. અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવાનું પણ મહત્વ છે. આ વ્રતમાં આખા મહિમાં દિવસમાં એક જ વખત ખાવું જોઈએ, આ વ્રત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે. આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સુંઠ, સિંધવ મીઠું, આમલી, પાન-સોપારી, મેથી વગેરે ખાઈ શકાય છે.
 
4. અધિક મહિનામાં દીવા પ્રગટાવવાનો અને ધજા ચડાવવાનો ખુબ જ મહિમા છે. આ મહિનામાં દાન-દક્ષિણા કરવાથી પુણ્ય ફળ મળે છે. પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાન કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.
 
5. આ મહિનામાં, ખાસ કરીને રોગ નિવૃત્તિનું કાર્ય, ઋણ ચુકવણીનું કાર્ય, શસ્ત્રક્રિયા, બાળકના જન્મ સંબંધિત કર્મો, ગર્ભાધારણ, ધાર્મિક વિધિઓ વગેરે કર્યો કરી શકાય છે.
 
6. અધિક મહિનામાં મુસાફરી કરવી, ભાગીદારીના કર્યો કરવા, દાવો કરવો, ખેતરમાં બીજ વાવવા, ઝાડ રોપવું, દાન આપવું, લોકહિત કાર્ય કરવા, સેવા કાર્ય કરવા વગેરે કર્યો કરવામાં કોઈ દોષ આવતો નથી.
 
અધિક મહિનામાં શું ન કરવું જોઈએ :-
 
1. પુરુષોત્તમ માસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું, દારૂ જેવા માદક પીણાઓ ન પીવા જોઈએ અને માંસાહારી ખોરાક ખાવો જોઈએ નહીં. માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસુર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી વગેરે ખોરાક ખાવા જોઈએ નહીં.
 
2. અધિક મહિનામાં લગ્ન, નામકરણ, અષ્ટકાદિ શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞોપવીત, કર્ણાચન, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ લેવો, શિષ્ય દીક્ષા લેવી, યજ્ઞ વગેરે શુભ અને માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં.
 
 3. આ મહિનામાં વસ્ત્રો, આભૂષણો, ઘર, દુકાન, વાહન વગેરે ખરીદવા જોઈએ નહીં, પરંતુ જો આ મહિનામાં કોઈ શુભ સમય હોય તો જ્યોતિષની સલાહ લઈ ઘરેણાંની ખરીદી કરી શકાય છે.
 
4. અધિક મહિનામાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું વગેરે દુષ્કર્મો કરવા જોઈએ નહીં .
 
5.  આ મહિનામાં કુંવા, બોરિંગ (ડાર), તળાવનું ખોદકામ વગેરે કર્યો કરવા જોઈએ નહીં.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રાવણમાં શિવજીના આ 5 મંત્રોના જાપ માત્રથી પ્રસન્ન થઇ જશે ભોળાનાથ