Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈદ મિલાદુન્નબીનું જશ્ન

હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ દિવસ

ઈદ મિલાદુન્નબીનું જશ્ન
N.D
571 ઈ.સ. માં મક્કા શહેરમાં પૈગંમ્બર સાહેબ હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. તેમની યાદમાં જ ઈદ મિલાદુન્નબીનું પર્વ ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સલ્લ. એ જ ઈસ્લામ ધર્મની સ્થાપના કરી હતી. તેઓ હજરત સલ્લ.ઈસ્લામના છેલ્લા નબી છે, તેમના બાદ અત્યાર કયામત સુધી કોઈ નબી નથી બની શક્યું. મક્કાના પર્વતોની ગુફા, જેને ગાર-એ-હિરાર કહે છે સલ્લ.ને ત્યાં જ અલ્લાહના ફરિશ્તાઓએ સરદાર ઝિબ્રાઈલ અલૈ. દ્વારા પવિત્ર સંદેશ સંભળાવ્યો હતો.

ઈસ્લામ પહેલાં આખો અરબ સામાજીક અને ધાર્મિક બગાડનો શિકાર હતો. લોકો કેટલાયે પ્રકારની અને જાતજાતની પૂજા કરતાં હતાં. કેટલાયે કબીલાઓ હતાં જેમના રીત રિવાજો અલગ અલગ હતાં. નબળા અને ગરીબ વર્ગ પર ખુબ જ અત્યાચાર થતાં હતાં અને સ્ત્રીઓનું જીવન સુરક્ષીત ન હતું.

હજરત મોહમ્મદ સલ્લ. એ લોકોને એક જ ઈશ્વરવાદની શિક્ષા આપી. અલ્લાહની પ્રાર્થના પર જોર આપ્યું. લોકોને પવિત્ર રહેવા માટેના નિયમ જણાવ્યાં. સાથે સાથે લોકોના જાનમાલ માટેની ઈસ્લામીક રીત પણ લોકો સુધી પહોચાડી.

તેમણે અલ્લાહના પવિત્ર સંદેશને લોકો સુધી પહોચાડ્યો. તેમના દ્વારા આ પવિત્ર સંદેશને લીધે મક્કા તેમજ અન્ય ધર્મ અને સામાજીક વ્યવસ્થાપકોને આ વાત પસંદ આવી નહિ અને તેમને કેટલાયે પ્રકારની યાતનાઓ આપવાની શરૂઆત કરી દિધી. જેના લીધે તેમણે સન 622માં પોયાના શિષ્યોની સાથે મક્કાથી મદીના કુચ કરી. જેને 'હિજરત' કહે છે.

સન 630મા6 પૈગમ્બર સાહેબે પોતાના શિષ્યોની સાથે કુફ્ફાર-એ-મક્કાની સથે જંગ કતી, જેમાં અલ્લાહને ગેબથી અલ્લાહ અને તેના રસૂલની મદદ કરી. જંગમાં ઈસ્લામ ધર્મને માનનાર લોકોની જીત થઈ. આ જંગને જંગ-એ-બદર કહે છે.

632 ઈ.સ.માં હજરત મોહમ્મદ સલ્લ. એ દુનિયાથી પડદો કરી લીધો. તેમની વફાત બાદ અત્યાર સુધી લગભગ આખો અરબ ઈસ્લામના સૂત્રમાં બંધાઈ ચુક્યો હતો અને આજે આખી દુનિયામાં તેમના દ્વારા દેખાડવામાં આવેલ રસ્તા પર લોકો ચાલી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati