૪૧. અલ્-હસીબ (બધાની પૂર્તિ કરનાર)
જે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ કે દુર્ઘટનાનો ભય હોય તેણે ગુરૂવારથી આરંભ કરીને આઠ દિવસ સુધી સવાર અને સાંજના સમયે સીત્તેર વખત હસ્બેયલ્લા હુલ્હસીબ પઢે. તે દરેક મુશ્કેલીથી બચી રહેશે.
૪૨. અલ્-જલીલ (મોટા અને ઉંચા પ્રભુત્વ વાળો)
જે વ્યક્તિ કસ્તૂરી (મુશ્ક) તેમજ કેસર (જાફરાન) થી અલ્ જલીલ લખીને પોતાની પાસે રાખશે તેમજ યા જલીલ ઘણી વખત પઢા કરશે તે આદર, સત્કાર તેમજ ઉન્નતિ મેળવશે.
૪૩. અલ્-કરીમ (ખુબ કૃપા કરનાર)
જે વ્યક્તિ દરરોજ સુતી વખતે યા કરીમ પઢતા-પઢતા સુઈ જશે તેને અલ્લાહ જ્ઞાની-ધ્યાનીનો આદર આપશે.
૪૪. અર્-રકીબ (વિશાળ દૃષ્ટિ રાખનાર)
જે વ્યક્તિ રોજ સાત વખત યા રકીબ પઢીને પોતાના પરિવાર ધન-સમ્પત્તિ પર ફૂઁકશે ઇન્શા અલ્લાહ તે બધી જ મુશ્કેલીઓથી સુરક્ષિત રહેશે.
૪૫. અલ્-મુજીબ (દુઆ સ્વીકાર કરનાર)
જે વ્યક્તિ યા મુજીબ વધારે માત્રામાં પઢશે ઇન્શા અલ્લાહ તેની બધી જ દુઆઓ કુબૂલ થવા લાગશે.
૪૬. અલ્-વાસે' (ખુબ જ વધારે આપનાર)
જે વધારે માત્રામાં યા વાસે' પઢા કરશે અલ્લાહ ત'આલા તેની આય વૃદ્ધિ કરી દેશે.
૪૭. અલ્-઼હકીમ (બુદ્ધિમાન)
જે વ્યક્તિ વધારે માત્રામાં યા હકીમ પઢશે તેને અલ્લાહ ત'આલા બુદ્ધિનો વિકાસ કરી દેશે. અને જેનું કોઈ કાર્ય પૂર્ણ ન થતું હોય તે કાર્ય પણ પૂર્ણ થશે.
૪૮. અલ્-વદૂદ (પ્રેમ કરનાર)
જે વ્યક્તિ એક હજાર વખત યા વદૂદ પઢીને ખાવા પર ફૂઁકશે અને પોતાની પત્નીની સાથે ખાવાનું ખાશે, તેનો પતિ-પત્નીનો ઝગડો સમાપ્ત થઈ જશે અને પરસ્પર પ્રેમ ઉત્પન્ન થશે.
૪૯. અલ્-મજીદ (મોટો મહાન)
જે વ્યક્તિ કોઈ સંક્રામક રોગ જેવા આત્શિક, કોઢ વગેરેથી પીડિત હોય તે ચન્દ્રમાસની ૧૩, ૧૪, ૧૫ તારીખે રોજા રાખશે અને અફતારના બાદ ગણ્યા વિના યા મજીદ પઢશે અને પાણી પર ફૂઁકીને પીશે તો ઇન્શા અલ્લાહ રોગ મુક્ત થઈ જશે.
૫૦. અલ્-બાઇસ (મુર્દાઓને જીવિત કરનાર)
જે વ્યક્તિ દરરોજ સુતી વખતે છાતે પર હાથ રાખીને ૧૦૧ વખત યા બાઇસ પઢશે તે મન જ્ઞાનથી ભરાઈ જશે.