Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તઅદાદ રકઅત અને વક્તોનું બયાન

તઅદાદ રકઅત અને વક્તોનું બયાન
W.D
અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે કે ભલે નમાઝ મુસ્લીમો પર વક્ત બાંધેલો ફર્જ છે(એટલે કે નમાઝનો જે સમય છે તે જ સમયે નમાઝ પઢવાની ફરજ છે)(કંજૂલઈમાન તર્જમા કુરાન પારા 5 રૂકુ 12, સફા 152)

* ફજર : ફજરમાં કુલ ચાર રકઅત છે. બે સુન્નત મોઅક્કહદ, બે ફર્જ, અજવાળું થવાથી ફજરનો સમય શરૂ થઈ જાય છે અને સુરજ નીકળે તે પહેલાં સુધી રહે છે પરંતુ વધારે અજવાળુ થાય એટલે પઢવી વધારે સારી છે કેમકે મસ્જીદનો નમાજી એકબીજાને જોઈને ઓળખી શકે, સૌથી પહેલાં નમાજે ફજર હજરત આદમ અલહિસ્સલામે સવાર થવાના ધન્યવાદ માટે અદા કરી કેમકે તેઓએ જન્નતમાં રાત નહોતી જોઈ.


જૌહર-જૌહરમાં કુલ 12 અરકત છે. ચાર સુન્નતે મોઅક્કદહ, ચાર ફર્જ પછી સુન્નતે મોઅક્કહદ અને બે નફીલ. આનો સમય સાંજ ઢળ્યા બાદ શરૂ થાય છે અને બિકકુલ બપોર થાય એટલે જે વસ્તુનો જેટલો પડછાયો થાય છે તે સિવાય તે જ વસ્તુનો ડબલ પડછાયો થઈ જાય તો જોહરનો સમય પુર્ણ થઈ જાય છે પરંતુ નાના દિવસોમાં અવ્વલ સમય અને મોટા દિવસોમાં છેલ્લો સમય પઢવી વધારે સારી રહે છે. સૌથી પહેલાં જોહરની નમાજ હજરત ઈબ્રાહીમ ખલીલિલ્લાહે પોતાના ફરજન્દ હજરત ઈસ્માઈલ જબીઉલ્લાહની જાન મહેફુજ રાખવા અને દુમ્બા કુરબાની કરવાના શુક્રિયામાં અદા કરી.

અસર- અસરમાં કુલ 8 અરકત છે. ચાર સુન્નતે ગૈર મોઅક્કહદ અને ચાર ફર્જ. જૌહરનો સમય સમાપ્ત થતાં જ સમય શરૂ થઈ જાય છે અને સૂરજ ઢળતાની પહેલાં સુધી રહે છે પરંતુ અસરની અંદર તાખીર કરવી હંમેશ માટે સારૂ છે પરંતુ હા એટલી પણ તાખીર નહી કે સૂરજની ટિકિયા જરદીમાં આવી જાય. અસરની નમાજ સૌથી પહેલાં હજરત અજેર અલૈહિસ્સલામે પઢી હતી કેમકે અસરના સમયે તેઓ સો વર્ષ બાદ ફરીથી જીવતા ફરમાવવામાં આવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati