ખુદાના નેક બંદાઓની હિફાજતનું કવચ
રોઝા નેકીની છત્રી છે. જે રીતે છત્રી કે છાપરૂ વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે તેવી જ રીતે રોઝા પણ રોઝેદારની રક્ષાની ખાતરી આપે છે. શરત માત્ર એટલી છે કે રોઝાને ધાર્મિક આચાર સંહિતા દ્વારા રાખવામાં આવે. અહકામે-શરીઅત તે છે કે રોઝા રાખવાથી કપટ, છળ, ફસાદ, ઝઘડો, જુઠ્ઠુ, બેઈમાનીથી બચવું જોઈએ. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ માણસ સારી નિયત અને સારા જજ્બાની સાથે રોઝા રાખે છે, અલ્લાહની રજા મેળવવા માટે રોઝા રાખે છે તો તેવું વિચારીને રોઝા રાખે છે કે અલ્લાહ બધુ જોઈ રહ્યો છે એટલે કે અલ્લાહની બીકને ધ્યાનમાં રાખીને તે રોઝા રાખે છે તો તેમાં પાકીજગી-એ-ખ્યાલાત (પવિત્ર ભાવનાઓ) ઉત્પન્ન થાય છે જે નેક અમલ દ્વારા રોઝાને તેનો પૈરોકાર બનાવે છે. એટલે કે પરહેજગારી (સંયમ અને સાત્વિક કર્મ) ની સાથે રાખવામાં આવેલ રોઝા અલ્લાહની સામે રોઝાદારની ઈમાનદારીનો તરફદાર તો છે જ, પાકીઝગી પરોપકાર પણ છે. પરહેઝગારી વડે રાખવામાં આવેલ રોઝા પોતે સિફારીશ બનીને રોઝાદાર માટે અલ્લાહની નેમતોના દરવાજા ખોલી દે છે. પવિત્ર કુરાનના ઓગણત્રીસમા પારા (અધ્યાય)ની સુરત અલમુરસિલાતની એકતાલીસમી/ બેતાલીસમી આયાતોમાં ઉલ્લેખ છે : 'इन्नाल मुत्तक़ीना फ़ी ज़िलालिवँ व अयूनिवँ व फ़वाकिहा मिम्मा' એટલે કે ભલે પરહેજગાર (સંયમી-સત્કર્મી) છાયડામાં અને ચશ્મામાં (ઝરણામાં) રહે અને મેવામાં રહે જે તેમનો મરગૂબ (પસંદગી) હશે. બધુ મળીને જોઈએ તો નેક અમલ (સત્કર્મ) અને પરહેઝગારી (સંયમ)ની સાથે રાખવામાં આવેલ રોઝા રોજેદારની દેનદારીની દલીલ પણ છે અને હિફાજતની અપીલ પણ છે. ચોથો રોઝો હોફાજતનું કવચ છે : અલ્લાહની હિફાજતમાં રોઝા રોઝેદારનો વકીલ છે. ઈંશા અલ્લાહ ! જેનું પરિણામ હશે ફતહ અને ફજલ.