Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવુ કામ શરૂ કરતા પહેલા આ રીતે પૂજા કરો

નવુ કામ શરૂ કરતા પહેલા આ રીતે પૂજા કરો
, મંગળવાર, 14 જુલાઈ 2015 (12:55 IST)
કોઈનુ પણ નવુ મકાન તેમને માટે ખૂબ મહત્વ ધરાવે છે. આવામાં તે ત્યા પગ મુકતા પહેલા મંગલ કામના કરે છે. પોતાના પ્રવેશ પહેલા તે પૂજન કરે છે અને પોતાના સગા સંબંધીઓ વચ્ચે એ  ખુશીઓને ઉજવે છે. એટલુ જ નહી જ્યારે વ્યક્તિ પોતાનુ નવુ કામ શરૂ કરે છે તો પણ તેને આશા હોય છે કે તેના કાર્યમાં ઈશ્વર તેની સાથે રહે. આવામાં તે પૂજા અર્ચના કરી પોતાના નવા કામની શરૂઆત કરે છે. 
 
હિંદુ માન્યતામાં નવુ કામ શરૂ કરતા પહેલા પૂજા કરવાનું વિધાન છે. આવામાં ભગવાન શ્રી ગણેશની આરાધના કરવામાં આવે છે. બધા દેવી દેવતાઓનુ આહ્વાન કરવામાં આવે છે. મકાનમાં પ્રવેશ પહેલા કળશ સ્થાપના અને વાસ્તુ સ્થાપના કરવામાં આવે છે. જો તમને કોઈપણ નવુ કામ કરવુ હોય તો એ માટે સૌ પહેલા અક્ષત લો તેમા કંકુ મિક્સ કરો અને પછી તેને એ પાટલા નીચે વિખેરી દો જેના પર ભગવાનની સ્થાપના કરવાની હોય. એટલુ જ નહી તેના પર એક નવુ વસ્ત્ર મુકીને તેના પર ઘઉંનો પર્વત બનાવી લો પછી સોપારી મુકીને નવગ્રહ અને વિવિધ દેવી દેવતાઓના રૂપમાં સોપારીની સ્થાપના કરો. હવે  એ જ પાટલા પર લોટામાં શુદ્ધ પાણીભરીને કેરીના પાન મુકો અને તેને એક થાળીથી ઢાંકી દો. આ થાળી પર તમે ચોખા મુકીને વસ્ત્ર પાથરીને ભગવાન સત્યનારાયણને મુકી શકો છો અને તેમનુ પૂજન કરી શકો છો.  સૌ પહેલા શ્રી ગણેશનુ પૂજન કરો અને પછી બધા દેવી દેવતાઓનુ પૂજન કરો. પૂજન માટે તમે મુહુર્ત જોવડાઈ લો તો સારુ છે.  રાહુકાળમાં પૂજન નિષેદ માનવામાં આવે છે.  પૂજન માટે શુભ લાભ અમૃતને સારુ માનવામાં આવે છે.  પૂજન દરમિયાન એક એક દેવતાનુ આહ્વાન કરી તેમના નિમિત્ત મુકવામાં આવેલ સામગ્રી ફક્ત તેમને જ અર્પિત કરો. પૂજાના અંતમાં ભોગ લગાવો અને આરતી કરો. ત્યારબાદ કપૂરની આરતી કરો અને બધાને આરતી આપીને આરતીની થાળી સાઈડમાં પાણી છોડીને તેને ઠંડી કરો. સાથે જ ભગવાનને સુખ સમૃદ્ધિની કામના કરો. 

Share this Story:

Follow Webdunia gujarati