Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વટ સાવિત્રી વ્રતનુ મહત્વ-આ રીતે વ્રત પૂજા કરવાથી પતિને આયુષ્ય સાથે મળે છે સુખ સમૃદ્ધિ

વટ સાવિત્રી વ્રતનુ મહત્વ-આ રીતે વ્રત પૂજા કરવાથી પતિને આયુષ્ય સાથે મળે છે સુખ સમૃદ્ધિ
, રવિવાર, 9 જૂન 2019 (12:44 IST)
જયેષ્ઠ મહિનનાની પૂર્ણિમાએ  વટ પૂર્ણિમા વ્રત ઉજવાય છે. જે આ વખતે 27 જૂનના રોજ છે. વટ મતલબ વડનુ ઝાડને આયુર્વેદ મુજબ પરિવારનુ વૈદ્ય માનવામાં આવે છે. પંચવટીમાં પાંચ વૃક્ષ વડ, અશોક, પીપળો, વેલ અને હરડનો જ સમાવેશ કરવામાં આવે છે. મહિલાઓ સંબંધિત બીમારીઓ માટે આ કલ્પવૃક્ષ છે.  તેના નીચે સંત ગણ તપસ્યા કરે છે. પ્રયાગ સ્થિત અક્ષય વટ અને બિહારના બોધિવૃક્ષ જ્યા મહાત્મા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ થી બધા પરિચિત છે.  

 
વટ સાવિત્રી વ્રત ઉત્તર ભારતમાં જયેષ્ઠ અમાવસ્યાના રોજ દક્ષિણ ભારતમાં જયેષ્ઠ પૂર્ણિમાને વટ પૂર્ણિમા નામથી ઉજવાય છે. બંનેમાં સાવિત્રીની જ પૂજા થાય છે. મહિનો પણ એક જ છે. બસ તિથિનુ અંતર છે. એક અમાવસ્યાના રોજ તો તેક પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. 
webdunia
જળ જ જીવન છે. આ વાતની સૌથી વધુ સાર્થકતા જયેષ્ઠ મહિનામાં અનુભવાય છે. ગરમીમાં પાણીની થતી કમી વચ્ચે અમારા વડીઓએ આવા વ્રત દ્વારા પાણીનુ મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.  ગંગા દશહરા અને નિર્જલા એકાદશી વ્રત વગેરે પણ જયેષ્ઠ મહિનામાં જ આવે છે. પૌરાણિક ગ્રંથો-સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં આનુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે.  ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં રહેનારી મહિલાઓ જયેષ્ઠ પૂર્ણિમાના રોજ જ વટ સાવિત્રીનુ વ્રત રાખે છે.  જયેષ્ઠ શુક્લ ત્રયોદશીથી આ વ્રત શરૂ થઈ જાય છે. બધી સ્ત્રીઓ આ વ્રત વિધિ-વિધાનથી કરે છે. તેમા વ્રત નિમિત્તે 3 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે નિરોગી રહો.  શરીર કમજોર હોય તો ત્રયોદશીના રોજ રાત્રે ભોજન, ચતુર્દશીના રોજ જે કંઈ માંગ્યા વગર મળી જાય અને પૂનમના રોજ ઉપવાસ રાખી વ્રત સમ્પન્ન કરો. 
webdunia
વટ સાવિત્રી વ્રત પૂજા વિધિ મુજબ જ વટ પૂર્ણિમાનું વ્રત કરવમાં આવે છે. વટ વૃક્ષની નીચે જ મહિલાઓ સત્યવાન-સાવિત્રીની કથા સાંભળે છે. સાથે જ પૂજા માટે બે વાંસની ટોકરી લઈને એકમાં સાત પ્રકારના અનાજ, કપડાનાબે ટુકડાથી ઢાંકીને મુકવામાં આવે છે. બીજી ટોકરીમાં મા સાવિત્રીની પ્રતિમા મુકીને ધૂપ, દીપ, અક્ષત, કુમકુમ, લાલ દોરો વગેરેથી પૂજા કરવામાં આવે છે.  સાવિત્રીની પૂજા કરીને વટ વૃક્ષની સાત પરિક્રમા કરતા સૂતી દોરા વગેર તેને બાંધવામાં આવે છે. સાવિત્રીને અર્ધ્ય આપવુ પણ જરૂરી છે. પછી શ્રદ્ધા સાથે વસ્ત્ર, મીઠાઈ-ફળ દક્ષિણા વગેરે પણ આપવામાં આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Eid 2019: જાણો ઈદ અને રમઝાન વિશે રોચક વાતો