Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vasant panchmi 2021 - 16 ફ્રેબ્રુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસે સરસ્વતીની પૂજા શા માટે કરાય છે?

Vasant panchmi 2021  - 16 ફ્રેબ્રુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસે સરસ્વતીની પૂજા શા માટે કરાય છે?
, મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (08:53 IST)
વસંત પંચમી 2021 
ખાસ વાત 
-16 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવાશે વસંત પંચમી 
-વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયું હતું. 
-વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. 
-મા સરસ્વતીને સાહિત્ય, કલાકારો માટે આ ખાસ મહત્વનો દિવસ છે. 
-વસંત પંચમીનુ  પર્વ વસંત ઋતુના આગમનની સૂચના આપે છે. ચારે બાજુ હરિયાળી મહકતા ફૂલોની છટા વિખેરે છે મંદ વાયુથી વાતાવરણ સોહામણુ થઈ જાય છે.
 -ખેતરમાં પીળી સરસવ લહરાવે છે. શરદ ઋતુની વિદાઈની સાથે ઝાડ છોડ અને પ્રાણીઓમાં નવા જીવનનો સંચાર થાય છે. 
 
એવું માનવું છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો અવતાર થયો હતો.  સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાની દેવી માનવામાં આવે છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારોનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે.કહેવાય  છે કે મા સરસ્વતીના આગમનથી પ્રકૃતિનો શ્રૃંગાર થયો  ત્યારથી વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાની પરંપરા શરૂ થઈ. 
 
વસંત પંચમી ઉજવવાનો સંબંધમાં ઘણા મત મળ્યા છે. એક મત મુજબ આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો પૂજન કરવું જોઈએ.  બીજુ મત મુજબ તેને લક્ષ્મી સાથે વિષ્ણુ પૂજનનો  દિવસ જણાવ્યો  છે. એક મત મુજબ આ તિથિએ રતિ અને કામદેવની પૂજા પણ કરવી જોઈએ. કારણકે કામદેવ અને વસંત મિત્ર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી