Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surya Grahan 2021 Rashifal:- આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, આ 5 રાશિઓને થશે હાનિ જ હાનિ

Surya Grahan 2021 Rashifal:- આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, આ 5 રાશિઓને થશે હાનિ જ હાનિ
, બુધવાર, 9 જૂન 2021 (18:38 IST)
Surya Grahan 2021 Rashifal Effects- વિજ્ઞાન મુજબ ગ્રહણ એક ખગોળીય ઘટના છે પણ ધાર્મિક દ્ત્ષ્ટિથી ગ્રહણ લાગવુ અશુભ ગણાય છે. આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની ના હોય છે. આ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂન ગુરૂવારે લાગશે.  ખાસ વાત આ છે કે સૂર્યગ્રહણ વળયાકાર સૂર્યગ્રહણ હશે. આ વખતે સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રીતે જોવાશે. ભારતીય સમય મુજબ સૂર્ય ગ્રહણ બપોરે 1 વાગીને 42 મિનિટથી શરૂ થશે અને સાંજે 6 વાગીને 41 મિનિટ પર સમાપ્ત થશે. 
 
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, જ્યારે લગભગ 99 ટકા સૂર્ય ચંદ્રની છાયામાં છુપાઈ જાય છે અને સૂર્ય ચમકીલા રિંગની જેમ દેખાય છે. તેને કોણીય સૂર્ય ગ્રહણ અથવા રિંગ ઑફ ફાયર કહેવામાં આવે છે.એ  વલયાકાર સૂર્યગ્રહણનો દ્ર્શ્ય થોડા જ ક્ષણો માટે જોઇ શકાય છે. દેશમાં કોરોના સામે લડત ચાલુ છે ત્યારે ગ્રહણને ધાર્મિક દૃષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભલે ભારતમાં ગ્રહણ ન દેખાય પણ તેની અસર દેશના લોકો પર પડી શકે છે. આવી સ્થિતિમાં, અનેક રાશિચક્રની આર્થિક અસર થશે. તો ચાલો જાણીએ સૂર્યગ્રહણની સૌથી મોટી અસર કઈ રાશિઓ પર થશે. 
 
વૃષ- આ વખતનો સૂર્યગ્રહણ વૃષ રાશિમાં લાગી રહ્યો છે. સૂર્યગ્રહણના દરમિયાન આ રાશિના જાતકોને સ્વાસ્થય તરફ કાળજી રાખવાની જરૂર છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું. નકામા ખર્ચ ન કરવા. જ્યોતિષ મુજબ 
ગ્રહણના દુષ્પ્રભાવના કારણે વર્ષના અંતમાં નોકરી-વ્યાપારથી સંકળાયેલા બાબતોમાં હાનિ થઈ શકે છે. કોઈ નવા કામમાં નિવેશ કરવાથી બચવું. આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધો માટે 
સમય સારું નથી.
 
મિથુન - સૂર્યગ્રહણના અસર આ રાશિના જાતકો માટે અશુભ ફળ આપી શકે છે. નોકરીયાત લોકોને આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે. પૈસાની લેવડ-દેવુ\ડથી બચવું. કર્જ લેવાની સ્થિતિ આવી શકો છો.  કોઈ 
પણ કાર્યને સમજી-વિચારીને કરવું. આ રાશિમા જાતકોએ થોડા સમય માટે વ્યાપાર સંબંધી નિર્ણય લેવાથી બચવું. કોઈ મોટું નિર્ણય લેવા માટે મિત્ર કે પરિવાર વાળાની સલાહ લેવી. આ રાશિના લોકોને આસ્થિક 
પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 
 
સિંહ- આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ શુભ નહી ગણાય છે. સૂર્યગ્રહણના દરમિયાન આ રાશિના જાતકોને સ્વાસ્થય પ્રતુએ સાવધાની રાખવાની જરૂર છે. શારીરિક પરેશાની થઈ શકે ચે. નેત્ર સંબંધી સમસ્યા થઈ 
શકે છે. ધંધાના ક્ષેત્રમાં હાનિ થવાની શકયતા છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું. આ દરમિયાન નોકરી બદલવાથી સંકળાયેલા કોઈ પણ નિર્ણય લેવાથી બચવું. ધન હાનિના યોગ. કોર્ટના ચક્કરમાં ફંસાઈ શકો છો. તેથી 
વિચારીને જ નિર્ણય લેવું. 
 
તુલા- આર્થિક દ્ર્ષ્ટિકોણથી આ સૂર્યગ્રહણ આ રાશિવાળા માટે અશુભ થઈ શકે છે. આ દરમિયાન આ રાશિના લોકોને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં અસફળતા હાસલ થઈ શકે છે. મન 
તનાવ ગ્રસ્ત રહેશે. નોકરી-વેપારના ક્ષેત્રમાં હાનિની શકયતા છે. 
 
મકર- આ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ શુભ નથી. પારિવારિક સંબંધમાં ખટાશ આવી શકે છે. કરિયર ક્ષેત્રમાં વધુ મેહનત કરવાની જરૂર છે. નોકરી બદલવાના નિર્ણયને થોડા સમય માટે રોકવું. વેપારમાં 
લાભના યોગ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shani Jayanti 2021- શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકો કરી લો આ નાનકડુ ઉપાય દૂર થશે શનિદોષ