Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sita Navami 2021 : ત્યાગની દેવી છે માતા સીતા, જાણો તેમના જીવન સાથે જોડાયેલા તથ્ય

Sita Navami 2021 : ત્યાગની દેવી છે માતા સીતા, જાણો તેમના જીવન સાથે જોડાયેલા તથ્ય
, ગુરુવાર, 20 મે 2021 (07:50 IST)
માતા સીતાને ત્યાગની દેવી પણ કહેવામાં આવે છે. માતા સીતાનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યુ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ માતા સીતાનો જન્મ વૈશાખ શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. આ દિવસને સીતા નવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર આ દિવસે વિધિ વિધાનપૂર્વક માતા સીતાની પૂજા-અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને માતા સીતાના જીવન સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે બતાવી રહ્યા છીએ... 
 
માતા સીતા અને ભગવાન રામના લગ્ન
 
ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતા અને ભગવાન રામના લગ્ન માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષના પંચમી તિથિએ થયા હતા.
 
માતા સીતા લગ્ન પછી પોતાના પિયર ગયા નહોતા
 
ધાર્મિક કથાઓ મુજબ માતા સીતા લગ્ન પછી પોતાના પિયર ગયા નહોતા. લગ્નના થોડા સમય પછી જ માતા સીતા અને ભગવાન રામ, લક્ષ્મણ જી સાથે વનવાસ ચાલ્યા ગયા હતા. 
 
લંકામા માતા સીતાની પ્રતિછાયા હતી
 
ધાર્મિક કથાઓ અનુસાર લંકામાં  માતા સીતાની પ્રતિછાયા હતી  માતા સીતાનુ અસલી સ્વરૂપ અગ્નિદેવ પાસે હતુ. માતા સીતા લંકામાં 435 દિવસ સુધી રહ્યા હતા.  
 
લવ-કુશના જન્મ સમયે શત્રુઘ્ન આશ્રમમાં હાજર હતા.
 
ધાર્મિક માન્યતાઓ અનુસાર લવ-કુશના જન્મ સમયે શત્રુઘ્ન પણ એ  જ આશ્રમમાં હાજર હતા. શત્રુઘ્ને બંને બાળકોને આર્શીવાદ પણ આપ્યા હતા. પરંતુ તે સમયે તે જાણતા નહોતા કે તે માતા સીતા અને ભગવાન રામના પુત્રો છે. એ સમયે શત્રુધ્ન અને માતા સીતાની આશ્રમમાં મુલાકાત થઈ શકી નહોતી. 
 
માતા સીતા ઘરતીમાં સમાવી ગયા હતા 
 
ધાર્મિક કથાઓ અનુસાર માતા સીતા પૃથ્વીમાં સમાય ગયા હતા એવું માનવામાં આવે છે કે માતા સીતા ઘરતીના પુત્રી હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti - કોઈપણ વ્યક્તિને પારખવા માટે 4 વાતોનુ રાખો ધ્યાન, ક્યારેય નહી મળે દગો