Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો, આ શાસ્ત્રીય ઉપાય કરવાથી થશે ધન અને ભાગ્યમાં વૃદ્ધિ

ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો, આ શાસ્ત્રીય ઉપાય કરવાથી થશે ધન અને ભાગ્યમાં વૃદ્ધિ
, ગુરુવાર, 4 માર્ચ 2021 (17:09 IST)
કપૂરના આ શાસ્ત્રીય ઉપાય કરવાથી થશે ધન અને ભાગ્યમાં વૃદ્ધિ
 
ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને એની આરતી લેવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે  સાથે જ પૈસાની ઉણપ નહી રહે.  
 
કપૂરના  ટુકડા 
જો સીઢીઓ, ટૉયલેટ કે દ્વાર કોઈ ખોટી દિશામાં નિર્મિત થઈ ગયા હોય તો બધી જગ્યાએ 1-1 કપૂરનો ટુકડો મૂકી દો. ત્યાં મુકેલ કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે. 
 
ગૂગળની ધૂની 
અઠવાડિયામાં  1 વાર કોઈ પણ દિવસ ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધુની આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે. 
 
અગર્બત્તી લગાવો.. 
ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો. 
 
પીળી સરસવ 
લોબાન, ગૌઘૃત (ગાયનું ઘી) મિક્સ કરી સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને આ બધી સામગ્રી તેમા નાખી દો. નકારાત્મકતા દૂર થઈ જશે. 
 
લીમડાના પાન 
ઘરમાં અઠવાડિયમાં એક કે બે વાર લીમડાના પાનની ધૂની સળગાવો. આવુ કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે. 
 
ષોડશાંગ ધૂપ 
અગર, તગર, કુષ્ટ, શૈલજ, શર્કરા, નાગર, ચંદન, ઈલાયચી, તજ, નખનખી, મુશીર, જટામાંસી કપૂર, તાલી સદલન ગૂગળ આ સોળ રીતના ધૂપ માન્ય છે. એની ધૂપ માન્ય છે. એની ધૂનીથી આકસ્મિક દુર્ઘટના નહી  થાય. 
 
દશાંગ ધૂપ 
ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષ્રોદ્ર બધાને સમાન માત્રામાં મિક્સ કરી સળગાવવાથી ઉત્તમ ધૂપ બનેછે. એન દશાંગ ધૂપ કહે છે. એનાથી ઘરમાં શાંતિ રહે છે.
 
ગાયત્રી કેસર 
ઘર પર કોઈએ કઈક તંત્રમંંત્ર  કરી રાખ્યો છે તો જાવિત્રી, ગાયત્રી કેસર લાવીને એને વાટીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ઉચિત માત્રામાં ગૂગળ મિક્સ કરો. હવે આ મિશ્રણની ધૂપ આપો. આવું 21 દિવસ  સુધી કરો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાશિવરાત્રી 2021: તુલસી શિવલિંગ ઉપર કેમ ચઢાય નથી, જલંધર નામના રાક્ષસ સાથે સંબંધિત આ કથા વાંચો