Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri 2020: અષ્ટમી (આઠમ) વ્રત ક્યારે આજે કે કાલે ? જાણો અષ્ટમી, નવમી અને દશમી તિથિની સાચી જાણકારી

Navratri 2020: અષ્ટમી (આઠમ) વ્રત ક્યારે આજે કે કાલે ? જાણો અષ્ટમી, નવમી અને દશમી તિથિની સાચી જાણકારી
, શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (07:51 IST)
અ‍ષ્ટમી, નવમી અને દશેરા ક્યારે છે જાણો 
 
શારદીય નવરાત્રી 17 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે 25 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. દેવી મા ના ભક્તોને મહાઅષ્ટમી, મહાનવમી અને વિજયાદશમી(દશેરા) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  જો કે આ વર્ષે નવરાત્રી પર અનેક તિથિયોને લઈને ભક્તો વચ્ચે અસમંજસ છે. આવામાં ભક્તો મુંઝવણમાં છે કે છેવટે મહાઅ‍ષ્ટમી વ્રત ક્યારે અને કયા દિવસે કરવાનુ છે. જાણો કયારે છે મહાઅષ્ટમી, નવમી અને દશમી.  
 
ક્યારે છે મહાસપ્તમી (Maha Saptami 2020)-
 
જ્યોતિષ અનુસાર, આજે 23 ઓક્ટોબર (શુક્રવાર) ના રોજ સપ્તમી તિથિ છે. નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની વિધી પૂર્વક પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રી ભક્તોને કાળથી બચાવે છે. સપ્તમી આજે બપોરે 12 વાગીને 09 મિનિટ સુધી રહેશે પછી અષ્ટમી શરૂ થઈ જશે 
 
મહા અષ્ટમી ક્યારે છે ?  (Navratri 2020 Ashtami Puja) -
 
આ વર્ષે મહાઅષ્ટમી 24 ઓક્ટોબર (શનિવાર) ના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિર્વિદ અનુસાર, જે લોકો પ્રથમ અને અંતિમ નવરાત્રી વ્રત રાખે છે, તેઓએ 24 ઓક્ટોબરના રોજ અષ્ટમીના ઉપવાસ કરવો જોઈએ. જ્યોતિષાચાર્ય અનુસાર, 24 ઓક્ટોબરના રોજ અષ્ટમીના ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે. નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમી 24 તારીખે શનિવારે દિવસે 11 વાગીને 27 મિનિટ સુધી રહેશે પછી નવમી શરૂ થઈ જશે. 
 
મહાનવમી ક્યારે છે  (Navratri 2020 Navami Puja)-
 
હિન્દુ કેલેન્ડર મુજબ મહાનવમી તિથિ આ વર્ષે 25 ઓક્ટોબર (રવિવાર) ના રોજ આવે છે. આ પછી સાંજના સમયે દશમી તિથિ હોવાથી આ દિવસે દશેરાની પણ ઉજવણી કરવામાં આવશે. 25 ઓક્ટોબરે નવમીના કારણે આ દિવસે નવરાત્રીનો  ઉપવાસ કરવામાં આવશે. માતા સિદ્ધિદાત્રીની પૂજા નવમી પર કરવામાં આવે છે. નવમી 25 તારીખે સવારે 11 વાગીને 14 મિનિટ સુધી રહેશે પછી દશેરા શરૂ થશે. 
 
દશેરા ક્યારે છે  (Dussehra 2020)-
 
આ વર્ષે દશેરાનો તહેવાર 25 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે  દશેરા સવારે 11.14 વાગ્યાથી શરૂ થશે જે 26 ઓકટોબર સોમવારે 11 વાગીને 33 મિનિટ સુધી રહેશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 7- માતાનુ સાતમુ સ્વરૂપ - કાલરાત્રિ કરશે દુખ દૂર