Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદ પૂર્ણિમાથી શરૂ કરીને દીવાળી સુધી કરો આ ઉપાય.. ઘનની વર્ષા થશે

શરદ પૂર્ણિમાથી શરૂ કરીને દીવાળી સુધી કરો આ ઉપાય.. ઘનની વર્ષા થશે
, બુધવાર, 4 ઑક્ટોબર 2017 (12:05 IST)
5 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે અને 19 ઓક્ટોબરના રોજ દીવાળી. આ બંને દિવસ લક્ષ્મીની કૃપા મેળવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.  આ દિવસોમાં મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય.. અનુષ્ઠાન અને પૂજન કરવામાં આવે છે.  પણ દૈવીય શક્તિઓ ત્યા જ વાસ કરે છે જ્યા સકારાત્મકતા વાસ કરે છે. 
 
માં લક્ષ્મી સંસારનો આધાર છે. માતા મહાલક્ષ્મી માત્ર ધન જ પ્રદાન નથી કરતી કારણ કે માત્ર ધનથી જ સુખ શાંતિ નથી મળતી. ધનથી ભોજન ખરીદી શકાય છે પણ ભૂખ અને સ્વાસ્થ્ય નહી. રૂપિયા પૈસા હજારો પાસે હોઈ શકે છે પણ જરૂરી નથી રૂપ, યૌવન, ધન, પદ, પ્રતિષ્ઠા, એશ્વર્ય મળે. મા લક્ષ્મીની કૃપાથી આ બધુ જ ઉપલબ્ધ થઈ જાય છે. મા લક્ષ્મી બધુ આપવામા સમર્થ છે. 
 
સૂર્યાસ્ત સમય ઘરમાં કાચુ દૂધ લાવીને મધ અને ગંગાજળ મિક્સ કરો. પછી તેના બે ભાગ કરી લો. એક ભાગ દ્વારા બધા પારિવારિક સભ્યો સ્નાન કરો અને બીજા  ભાગથી આખા ઘરમાં છંટકાવ કરો. ધ્યાન રાખો કે ઘરનો કોઈપણ ખૂણો ન છૂટવો જોઈએ. જે દૂધ બચી જાય તેને ઘરના મેન ગેટ બહાર ઘાર બનાવીને ફેલાવી દો. 
 
શરદ પૂર્ણિમાથી શરૂ કરીને દીવાળી સુધી આવુ કરવાથી ઘરની બધી નકારાત્મકતા નષ્ટ થઈ જશે. ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ નહી કરી શકે અને ઘન સંબંધિત જેવી પણ સમસ્યાઓ હોય તેનો નાશ થશે. આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?