Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શનિદેવને લોખંડ ચઢાવવાથી મળે છે સોનુ, જાણો કેવી રીતે ..

શનિદેવને લોખંડ ચઢાવવાથી મળે છે સોનુ, જાણો કેવી રીતે ..
, શનિવાર, 11 જૂન 2016 (11:02 IST)
શનિદેવને લોખંડ સૌથી વધુ પ્રિય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ પૃથ્વીના ગર્ભમાં સૌથી વધુ રૂપમાં લોખંડ જ સમાયુ છે. લોખંડ જ છે જે તપીને પોલાદ બને છે. વાસ્તવિકતામાં શનિ અને મંગળ વચ્ચે લોખંડ જ એ કનેક્શન છે જેને લીધે આ બે ગ્રહ એક બીજા સાથે જોડાયેલા છે. શનિદેવને મંગળની વસ્તુઓ ચઢાવવાથી બળ મળે છે. કેટલા વિશેષ પ્રસંગો પર લોખંડ ચઢાવવાથી કળયુગના ક્રોધિત દેવતાનું મન પીઘળી જાય છે. આ વિશેષ યોગમાં થોડુક લોખંડ પારસ પત્થર બની જાય છે.  આ વિશેષ યોગમાં શનિદેવ પર વિધિ-વિધાનથી લોખંડ ચઢાવવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. 
 
પૌરાણિક મત મુજબ અને માન્યતાનુસાર સૂર્યપુત્ર શનિદેવને દેવગુરૂ બૃહસ્પતિ પાસેથી આ વરદાન પ્રાપ્ત છે કે જ્યારે પણ શનિવારના દિવસે બૃહસ્પતિના નક્ષત્ર વિશાખામાં આવે છે એ દિવસે શનિદેવ પર લોખંડ ચઢાવવાથી વ્યક્તિને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા મુજબ શ્રાવણ માસમાં શનિવારના દિવસે ગુરૂનો નક્ષત્ર વિશાખા આવતા જો સપ્તમી તિથિ પડે છે તો સુયશ નામનો યોગ બને છે. આ યોગને લોખંડ દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે. 
 
માન્યતામુજબ કળયુગમાં શનિદેવનો વાસ લોખંડમાં હોય છે. આવામાં શનિદેવને ચઢાવાતુ લોખંડ સુવર્ણના રૂપમાં ફરીથી પ્રાપ્ત થાય છે.  આવુ જ એક દાન પૌરાણિક કાળમાં શ્રીરામના પિતા રાજા દશરથે પણ કર્યુ હતુ. રાજા દશરથ દ્વારા નિર્મિત શનિદેવ ખુદ રાજા દશરથને આ વાત આ શ્લોકના રૂપમાં કહે છે. 
 
श्लोक: (शनिरुवाच) शमीपत्रैः समभ्यर्च्य प्रतिमां लोहजां मम । माषौदनं तिलैर्मिश्रं दद्याल्लोहं तु दक्षिणाम् ॥४९॥
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય