Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shani Pradosh Vrat : શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિદેવને આ સહેલા ઉપાયથી કરો પ્રસન્ન, અશુભ પ્રભાવ થશે દૂર

shani pradosh vrat
, શનિવાર, 1 જુલાઈ 2023 (00:49 IST)
Shani Pradosh Vrat : હિંદુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ વધુ મહત્વ છે. શનિવારે પડતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત પર પણ શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષમાં શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિદેવની અશુભ અસરોને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  શનિ પ્રદોષ વ્રત પર શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવને તેલ અર્પણ કરો અને શનિદેવની પૂજા વિધિપૂર્વક કરો. શનિદેવને પ્રસન્ન કરવા માટે, દશરથ રચિત શનિ સ્તોત્રનો પાઠ પણ જરૂર કરો. રાજા દશરથે શનિદેવને પ્રસન્ન કરવા માટે દશરથ કૃત શનિ સ્તોત્રની રચના કરી હતી.  વાંચો દશરથ કૃત શનિ સ્તોત્ર
 
રાજા દશરથ કૃત શનિ સ્તોત્ર
 
नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ।।
 
नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।
नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।।
 
नम: पुष्कलगात्राय स्थूलरोम्णेऽथ  वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते।।
 
नमस्ते कोटराक्षाय दुर्निरीक्ष्याय वै नम:।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने।।
 
नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च।।
 
अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते।।
 
तपसा दग्धदेहाय नित्यं  योगरताय च।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम:।।
 
ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात्।।
 
देवासुरमनुष्याश्च  सिद्घविद्याधरोरगा:।
त्वया विलोकिता: सर्वे नाशंयान्ति समूलत:।।
 
प्रसाद कुरु  मे  देव  वाराहोऽहमुपागत।
एवं स्तुतस्तद  सौरिग्र्रहराजो महाबल:।।


શનિ પ્રદોષ વ્રત પૂજા વિધિ 
 
શનિ પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં કરવી ઉત્તમ હોય છે.
પૂજાવિધિ : પ્રદોષ વ્રતની પૂજા માટે, ભક્તોએ પ્રદોષકાળ શરૂ થતા પહેલા સ્નાન કરી લેવુ જોઈએ. ત્યારબાદ પૂજા સ્થાન પર ભગવાન શિવ, માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ તેમની સામે દીવો પ્રગટાવો અને પછી ફુલ, અક્ષત, ધતુરો, મદાર, શેરડી વગેરે એ ભગવાન શિવને પ્રિય છે તે વસ્તુઓ અર્પણ કરો. આ સાથે માતા પાર્વતીને 16 શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો. તેમને ભોગ લગાવો. હવે ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો અને ક્ષમા પ્રાર્થના સાથે હાથ જોડીને પ્રણામ કરીને પૂજા ખતમ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan 2023: રક્ષાબંધન પર આ વર્ષે ભદ્રાનો છાયો, જાણો રાખડી બાંધવા માટે કયો સમય રહેશે શુભ