Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shani Amavasya - શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ

Shani Amavasya - શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ
, શુક્રવાર, 17 નવેમ્બર 2017 (10:58 IST)
હિન્દુ પંચાગ મુજબ હિન્દુ પંચાગ મુજબ 18 નવેમ્બર 2017ના રોજ શનિ અમાવસ્યા આવી રહી છે જેને શનિશ્ચરી અમાસ પણ કહે છે. શનિ દેવને ન્યાય અને દંડના દેવતા માનવામાં આવે છે. તેથી તેમની કૂ દ્રષ્ટિથી બચવા માટે પહ્વેલાથી જ ઉપાય કરી લેવો જોઈએ. કારણ કે શનિદેવનો પ્રકોપ સહન કરવો મનુષ્ય શુ દેવતાઓના ગજાની  પણ વાત નથી. 
 
મેષ - શનિ અમાવસ્ય પર સૂર્યદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા કિલો બાજરી માટીના વાસણમાં ભરીને ઉપર સરસવના તેલનો ચૌમુખી દીવો પ્રગટૅઅવો  ત્યારબાદ આસન પર બેસીને શનિ મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો જાપ કરો. 
 
 વૃષભ રાશિ - આસન પર બેસીને શનિ મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો માળાથી 5 વાર જાપ કરો. પીપળના ઝાડ નીચે સૂર્યોદય પહેલા કડવા તેલનો દીવો પ્રગટાવો. 
 
મિથુન રાશિ - ૐ નમો ભગવતે શનૈશ્ચરાય સૂર્ય પુત્રાય નમ:. મંત્રની 11 માળા જાપ કરો. આખા મગનુ દાન કરો. 
 
કર્ક રાશિ - સ્નાન પછી આસન પર બેસીને શનિ મંત્ર હ્વીં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ | છાયામાત્ર્તાળ્ડંસંભૂતં તં નમામિ શનિશ્ચરમ. મંત્રની 5 માળા જાપ કરો. 
 
સિંહ રાશિ - સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સવા કિલો ઘઉં કોઈ માટીના વાસણમાં ભરો. તેને લાલ રંગના કપડા પર મુકીને ઘરમાં જ પૂજા કરો. આ પછી પૂજા કરતા - સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય. પ્રસન્નાત્મા પીડાં હરતુમાં શનિ:|| મંત્રનો 5 વાર જાપ કરો. 
 
કન્યા રાશિ - સવાર સવારે શનિદેવનુ ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:  ની 7 માળાનો જાપ કરો. 
 
તુલા રાશિ - શનિદેવનું ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો.  ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: ની 7 માળાનો જાપ કરો. 
 
 
વૃશ્ચિક રાશિ - સવાર સવારે સ્નાન વગેરેથી પરવારીને તાંબાના પાત્રમાં મસૂરની દાળ ભરીને સવા મીટરના લાલ કપડા પર મુકીને પૂજા કરો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
મીન રાશિ - સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. આસન પર બેસીને ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. જાપ પછી આ તેલ કોઈ મંદિરમાં દક્ષિણા સહિત દાન કરો. હળદરનુ દાન કરો. 
 
 
મકર રાશિ - સવારે ઉઠ્ય અપછી 5 કિલો દેશી ચના સવા પાંચ મીટર વાદળી કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો. સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
ધનુ રાશિ - શનિ અમાવસ્ત્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા 5 કિલો ચણાની દાળ સવા પાંચ મીટર સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો.  આ ઉપરાંત મકાઈનુ દાન કરો. સાથે જ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
કુંભ રાશિ - શનિ અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકાર્યથી પરવારીને શનિ ભગવાનની પૂજા કરો.  ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.  જાપ પછી કાળી ઊડદની દાળ તમારી ઈચ્છાશક્તિ મુજબ દાન કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૌ પરિક્રમાથી મળે છે ખૂબ લાભ, ખિસ્સુ ઢીલુ કર્યા વગર ઈચ્છા પૂરી થશે