Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

Shani Amavasya 2025: આજે શનિ અમાવસ્યા પર આ ઉપાય કરવા ન ભૂલશો, ચમકી જશે કિસ્મત

Shani Amavasya 2025
, શનિવાર, 29 માર્ચ 2025 (16:47 IST)
Shani Amavasya 2025: આજે 29 માર્ચ શનિવારનો દિવસ ખૂબ જ ખાસ છે. એ એટલા માટે કારણ કે આજે શનિ રાશિ પરિવર્તન તો કરી રહ્યા છે સાથી જ આજે 29 માર્ચે શનિ અમાવસ્યા પણ છે. આવામા જો તમે શનિની સાઢે સાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો આજે શનિ અમાવસ્યાનો દિવસ તમારે માટે ખૂબ જ ખાસ છે.  
 
જ્યોતિષ મુજબ જે લોકો શનિથી પીડિત છે તેમને માટે આજની શનિ અમાવસ્યાનો દિવસ ખાસ થવાનો છે. જો તમે પણ શનિની દશાઓથી ગ્રસિત છો તો તમને બતાવી દઈએ કે આજના દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ તમારાથી પ્રસન્ન થઈ શકે છે.  તો ચાલો જાણીએ કયા છે આ ઉપાય  
 
શનિ અમાવસ્યા ક્યારે આવે છે 
આમ તો અમાવસ્યા દર મહિને આવે છે. મહિનામાં પંદર પંદર દિવસના બે ભાગ હોય છે. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. પહેલા દિવસ પછી પૂર્ણિમા અને બીજા 15 દિવસની સમાપ્તિ પર અમાવસ્યા આવે છે. જ્યારે આ અમાવસ્યા શનિવારના દિવસે આવે છે તો તેને શનિચરી અમાવસ્યા કહે છે. 
 
પિતૃદોષથી મુક્તિ માટે અમાવસ્યાના ઉપાય 
જો તમે પિતૃદોષથી પીડિત છો તો તમારે આ અમાસ પર કેટલાક ખાસ ઉપાય જરૂર કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે અમાવસ્યા પિતૃ પક્ષથી પહેલા અવે છે. આ દિવસે દાન-પુણ્ય કરવુ, તર્પણ અને પિંડદાન વગેરે કાર્ય કરવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પિતૃ દોષ, કાલ સર્પ દોષથી મુક્તિ માટે ખાસ હોય છે. અમાસ શનિવારના દિવસે આવે તો તેને શનિશ્ચરી અમવાસ્યા કહે છે. 
 
આટલી હોય છે શનિની ચાલ 
ઉલ્લેખનીય છે કે શનિની સાઢે સાતી, શનિની ઢૈય્યા વગેરે શનિ દોષથી પીડિત જાતકો માટે આ દિવસ મહત્વનો છે. શનિ રાશિચક્રની દસમી અને ગ્યારમી રાશિ મકર અને કુંભનો અધિપતિ છે.
 
 જ્યોતિષ મુજબ એક રાશિમા શનિ લગભગ 18 મહિના રહે છે. શનિની મહાદશાનો કાળ 19 વર્ષ હોય છે. શનિ ન્યાયના દેવતા છે. જે લોકોને તેમના કર્મ મુજબ ફળ આપે છે.  
 
શનિ અમાવસ્યાના વિશેષ ઉપાય 
 
- શનિ મંદિરમાં સરસવના તેલનો દિવો પ્રગટાવો 
- ઓમ શમ શનૈશ્ચરાય નમ: નો સામર્થ્ય મુજબ એક માળા, ત્રણ માળા કે પાંચ માળાનો જાપ કરો 
- ગરીબોને આખી અડદનુ દાન કરો 
- તમારા પિતરોના નામનુ દૂધ અને સફેદ મીઠાઈ મંદિરમાં બ્રાહ્મણને આપો. 
- ગરીબ અને વડીલોને ભોજન સામગ્રી, વસ્ત્ર વગેરેનુ દાન કરો.   
- શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?