Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sankashti Chaturthi 2022: સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ 8 ઉપાય ચમકી જશે ભાગ્ય

Sankashti Chaturthi 2022: સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ 8 ઉપાય ચમકી જશે ભાગ્ય
, શુક્રવાર, 17 જૂન 2022 (01:04 IST)
અષાઢ માસમાં સંકષ્ટી ચતુર્થી વ્રત (Sankashti Chaturthi) 17 જૂનના રોજ  છે. કૃષ્ણપિંગલ એટલે સંકષ્ટી ચતુર્થી. આ દિવસે, તમે શ્રી ગણેશજીને પ્રસન્ન કરીને તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. તેમના આશીર્વાદથી તમારું સુતેલું નસીબ પણ જાગી જશે.   તે બુદ્ધિ, જ્ઞાન, બળ, ધન, સુખ અને સૌભાગ્યના દેવતા છે અને પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરનાર છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. આ સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રોદય રાત્રે 10.03 કલાકે થશે.  જ્યોતિષ મુજબ જાણીએ સંકષ્ટી ચતુર્થી સંબંધિત ઉપાયો વિશે. 
 
સંકષ્ટી ચતુર્થીના ઉપાય
 
1. જો તમે તમારા બાળકની પ્રગતિ ઈચ્છતા હોય તો ગણેશ મંદિરમાં જઈને પુત્ર કે પુત્રીના હાથે તલનું દાન કરો. ગણપતિની કૃપાથી જીવનમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે.
 
2. જો તમે સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની કૃપા મેળવવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો પૂજા સમયે નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ. ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.
વક્રતુણ્ડ મહાકાયા સૂર્યકોટિ સમપ્રભાઃ
 નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા 
 
3. પરિવારમાં સુખ-શાંતિની સાથે ધન-સંપત્તિમાં વૃદ્ધિની ઈચ્છા દરેકની હોય છે. જો તમારી પણ એવી જ ઈચ્છા હોય તો સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશજીને ચાંદીના પાત્રમાં જાયફળ, લવિંગ અને સોપારી ચઢાવો. તમારું કાર્ય સફળ થશે.
 
4. સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા સમયે ગણેશજી માટે ઘીનો દીવો પ્રગટાવો અને તેમના મનપસંદ મોદક અર્પણ કરો. ગણેશજીની કૃપાથી ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે.
 
5. જે લોકો પોતાના કરિયરમાં પ્રગતિ અને પ્રમોશન ઈચ્છે છે, તેમણે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાનું ધ્યાન કરીને 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.
 
6. જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો તો સંકષ્ટી ચતુર્થીના દિવસે તલના લાડુ બનાવો. ગણેશજીની પૂજા કરતી વખતે તે લાડુનો ભોગ લગાવો અને તમે પણ પ્રસાદ તરીકે ગ્રહણ કરો અ ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમે ધન્ય થશો.
 
7. જો તમે કોઈ પરેશાનીથી ઘેરાયેલા હોવ તો તેમાંથી બહાર નીકળવા માટે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો. પૂજા સમયે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. બધી પરેશાનીઓ દૂર થઈ જશે.
 
8. જો તમે દેવાના જાળમાં ફસાઈ ગયા હોવ અને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હોય તો સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા સમયે ઋણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sankashti Chaturthi 2022: આજે અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી, નોંધી લો પૂજા વિધિ અને શુભ મુહુર્ત