Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sama Pacham Vrat 2020 : જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Sama Pacham Vrat 2020 : જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ
, રવિવાર, 23 ઑગસ્ટ 2020 (04:48 IST)
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો સમય દર મહિને ચલૌ રહે છે. તેથી હવે લોકો ઋષિ પંચમીની તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 3 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના દિવસે ઉજવાશે.  રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.  ઋષિ પંચમીના દિવસે મહિલાઓ વ્રત કરે છે. જેનાથી તેમને જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મળે છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વના એક દિવસ પછી  ઋષિ પંચમીનુ વ્રત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે રાખવામાં આવે છે.. મહિલાઓ માટે આ વ્રત ખૂબ લાભદાયક સબૈત થાય છે .. આવો જાણીએ  ઋષિ પંચમીનુ શુભ મુહુર્ત અને પૂજા વિધિ.. 
 
ઉલ્લેખનીય છે કે  ઋષિ પંચમી વ્રતનુ મહત્વ વિશે વિશેષ પ્રચલન આ વાતનુ છે કે જો કોઈ સ્ત્રી પોતાના જીવનમાં કોઈ કારણે કોઈ પાપ કરી દીધુ છે તો અને તે તેના પરિણામને ભોગવી ર્હી હોય તો  ઋષિ પંચમીના દિવસે વ્રત કરી એ પાપથી મુક્ત થઈ શકે છે. આ સાથે જ સુહાગન મહિલાઓએ  ઋષિ પંચમી વ્રત કરવાથી મનપસંદ ફ્ળ પ્રાપ્ત થાય છે.  ઉલ્લેખનીય છે કે  ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ સપ્તઋષિની વિધિ વિધાનથી પૂજા કરે છે. 
 
આ ઉપરાંત જાણીશુ  ઋષિ પંચમીના શુભ મુહુર્ત વિશે.  કયો એ સમય છે જ્યારે મહિલાઓને આ વ્રતની પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળી શકે છે.  આ માટેનુ શુભ મુહુર્ત છે સવારે 11 વાગીને 5 મિનિટથી શરૂ થશે.  જે બપોરે 1 વાગીને 36 મિનિટ સુધી રહેશે.  આવામં  ઋષિ પંચમી વ્રત માટે આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે. 
 
 ઋષિ પંચમી વ્રતની પૂજા વિધિ 
 
-  ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ સૂર્ય નીકળતા પહેલા સ્નાન કરે. 
- ત્યારબદ મહિલાઓ પૂજા સ્થાન પર ચોક બનાવીને સપ્તઋષિની પ્રતિમા બનાવે છે. 
- આવુ કરવાની સાથે જ કળશ સ્થાપના કરી ઘી ધૂપ દીપ પ્રગટાવીને ફળ વગેરેનો ભોગ લગાવીને પૂજા કરો 
- ધ્યાન રકહો કે વ્રત કરનારી સ્ત્રીએ અનાજનુ ભૂલથી પણ સેવન ન કરવુ 
- આ ઉપરાંત મહિલાઓએ ઉધાપનના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Day 2- મયૂરેશ્વર મંદિર- અષ્ટવિનાયક તીર્થ યાત્રાનો પ્રથમ પડાવ