પંચાગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ આ વખતે 24 જાન્યુઆરી શનિવારની રાત્રે 12 વાગીને 40 મિનિટથી શરૂ થશે અને 25 જાન્યુઆરી રવિવારે રાત્રે 11 વાગીને 11 મિનિટ સુધી રહેશે. તેથી ઉદયા તિથિ મુજબ રથ સપ્તમી આ વખતે 25 જાન્યુઆરી 2026 ના રોજ ઉજવાશે. આ દિવસે સ્નાન, દાન, વ્રત અને સૂર્ય દેવની પૂજા કરવી શાસ્ત્ર મુજબ અત્યંત શુભ માનવામા આવે છે.
આ વખતે રથ સપ્તમી વધુ ખાસ છે કારણ કે આ દિવસે સૂર્ય જયંતીની સાથે સાથે રવિવારનો દિવસ પણ આવી રહ્યો છે. જે સ્વયં સૂર્ય દેવને સમર્પિત માનવામાં આવેછે. તેથી આ દિવસે કરવામાં આવેલ બધી પૂજા અને વ્રતનુ ફળ અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે.
રથ સપ્તમી 2026 સ્નાન અને પૂજાનુ શુભ મુહૂર્ત
રથ સપ્તમી પર સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 5:32 થી 7:12 છે. સૂર્યદેવની પૂજા, દાન અને ઉપવાસ માટેનો શુભ સમય સવારે 11:13 થી બપોરે 12:33 છે. આ સમયગાળા દરમિયાન પૂજા કરવી સૌથી ફળદાયી માનવામાં આવે છે અને ભક્તોને સૌથી વધુ લાભ મળે છે.
રથ સપ્તમી પૂજા પદ્ધતિ અને મંત્ર
માઘી સપ્તમી પર, સૂર્યોદય પછી સ્નાન કરવું જોઈએ. સૌપ્રથમ, સાત આંકડા સાત પાન અને સાત બોરના પાન લઈને તલ અને તેલથી ભરેલા દીવામાં મૂકો અને તેને માથા પર મૂકો. પછી, સૂર્યદેવનું ધ્યાન કરતી વખતે, શેરડી થી પાણીને હળવેથી હલાવો અને દીવાને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
- દિવો વહાવતા પહેલા નમસ્તે રુદ્રરૂપાય રસાના પતયે નમ: વરુણાય નમસ્તેસ્તુ" મંત્રનુ ઉચ્ચારણ કરો
- ત્યારબાદ યદ્દ યજ્જન્મકૃતં પાપં યચ્ચ જન્માન્તરાર્જિતમ... મંત્રનો જાપ કરતા ગંગાજળ કે ચરણામૃતથી સ્નાન કરો. તેનાથી પાપ નષ્ટ થઈ જાય છે. અને મન, વચન અને કર્મથી થયેલ ભૂલો ક્ષમા થાય છે.
- સૂર્ય દેવને અર્ઘ્ય આપવા માટે અક્ષત, પુષ્પ, દુર્વા, જળ, ગંધ અને સાત આંકડાના પાન અને બદરી પત્રનો પ્રયોગ કરો.
- "સપ્તસપ્તિવાહ પ્રીત સપ્તલોકા પ્રદીપન, સપ્તમ્ય સાહિત્યો દેવ ગૃહનાર્ગ્ય દિવાકર" અને "જનની સર્વલોકાનન સપ્તમી સપ્તસપ્તિકે, સપ્તવ્યહૃતિકે દેવી નમસ્તે સૂર્યમંડલે" બોલતા સૂર્ય દેવને અર્ઘ્ય આપો.
- જો પાસે સૂર્ય મંદિર હોય તો ત્યા બેસો અને સૂર્ય ભગવાનની મૂર્તિને અષ્ટદળ કમળ પર સ્થાપિત કરીને સંકલ્પ કરો. -
– "મામખિલકામણા-સિદ્ધ્યાર્થે સૂર્યનારાયણપ્રીતયે ચ સૂર્યપૂજનમ કરિષ્યે." ત્યારબાદ "ૐ સૂર્યાય નમ" કે પુરૂષ સૂક્તાદિના મંત્રોથી ષોડશોપચાર પૂજા કરો.
- સપ્તમીના દિવસે ઉપવાસ કરીને સૂર્ય પૂજા કરવી વિશેષ લાભકારી માનવામાં આવે છે. આ દિવસે રથમાં સૂર્યને સ્થાપિત કરી પૂજા કરવી અને દરેક શુક્લ સપ્તમી પર આવુ કરવાથી જીવનના સાત જન્મોના પાપ દૂર થઈ જાય છે. સાથે જ વર્ષના અંતમાં બ્રાહ્મણને દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.