Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રદોષ વ્રત - ગાડી-બંગલાનું સ્વપ્ન પુરૂ કરશે રવિવાર

પ્રદોષ વ્રત -  ગાડી-બંગલાનું સ્વપ્ન પુરૂ કરશે રવિવાર
, રવિવાર, 13 મે 2018 (00:21 IST)
ભગવાન શિવના બે પ્રિય દિવસ પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિ વ્રત એક સાથે આવી રહ્યા છે.  પ્રદોષ વ્રત કળયુગમાં અતિ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરનારુ છે. સ્ત્રી અથવા પુરૂષ જે પણ પોતાનુ કલ્યાણ ઈચ્છે છે તે આ વ્રત કરી શકે છે. પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારના દોષ મટી જાય છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યુ છે. માસિક શિવરાત્રિ વ્રત કલ્પતરુના સમાન છે.  જે પણ ઈચ્છાથી આ વ્રતને કરવામાં આવે છે તે જરૂર પુરી થય છે. કુંવારાઓને મનપસંદ સાથી મળે છે અને લવ મેરેજની અભિલાષા પૂરી થાય છે.  આ વખતે તો બે શુભ દિવસનો સંગમ એકસાથે પડી રહ્યો છે. જો તમારુ ગાડી બંગલાનુ સ્વપ્ન હોય તો તમે જરૂર પુરૂ કરી શકો છો. 
 
- સવારે ભગવાન શિવની બેલ પત્ર, ગંગાજળ, ચોખા, ધૂપ દીપ સહિત પૂજા કરો. સાંજે ફરીથી સ્નાન કરીને આ રીતે શિવજીની પૂજા કરવી જોઈએ. 
- કર્જ ઉતારવા માટે શિવ મંદિર જઈને દિવો પ્રગટાવો અને રૂદ્રાક્ષની માળાથી આ મંત્ર બોલો - ૐ નમ: શિવાય, ૐ હરાય નમ:, ૐ ત્રિનેત્રાય નમ: 
- ગાડીનુ સપનુ સાકાર કરવા માટે નર્મદેશ્વર શિવલિંગ પર ચાંદીના ચાર ટુકડા ચઢાવો. 
- બંગલાનુ સપનુ સાકાર કરવા માટે રાતરાણીનુ ફૂલ શિવલિંગ પર ચઢાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Where is Lord Hanuman Now - રામાયણ પછી હનુમાનજી ક્યા ગયા