Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અગ્નિ પંચક - આ વખતે છે ભૂલથી પણ ન કરો આ કામ

અગ્નિ પંચક - આ વખતે છે ભૂલથી પણ ન કરો આ કામ
, ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (16:50 IST)
જ્યોતિષમાં બહુ ઘણા એવા મૂહૂર્ત અને નક્ષત્ર હોય છે જેને અશુભ ગણાય છે. તેમાંથી એક હોય છે પંચક શાસ્ત્રોમાં પંચક લાગતા સમયે ઘણા શુભ કામ કરવાની ના હોય છ્વે. પંચકમાં ઘણા નક્ષત્ર આવે છે જેમ કે ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તર ભાદ્રપદ, પૂર્વા અને રેવતી નક્ષત્ર આવે છે. જે પંચક મંગળવારના દિવસે આવે છે 
તેને અગ્નિ પંચક કહે છે. અગ્નિ પંચકના સમયે અગ્નિથી થતા નુકશાનની શકયતા વધારે રહે છે. પંચક 5 પ્રકારના હોય છે. 
 
- જો પંચકની શરૂઆત રવિવારથી હોય છે તેને રોગ પંચક કહેવાય છે. 
- તેમજ સોમવારે શરૂ થયું પંચક રાજ પંચક કહેવાય છે. 
- જે  પંચક મંગળવારના દિવસે આવે છે તેને અગ્નિ પંચક કહે છે. આ સમયે આગ લાગવાનો ડર વધારે રહે છે. અગ્નિ પંચકમાં શસ્ત્રની ખરીદી, નિર્માણ કે મશીનરી વગેરેનો કાર્ય નહી કરવું જોઈએ. 
- તે સિવાય મૃત્યું પંચક શનિવારે હોય છે. તે ખૂબ ધાતક અને અશુભ પંચક ગણાય છે. 
- ચોર પંચક શુક્રવારે હોય છે. જે ઘાતક હોય છે તેમાં ચોરીના ઝૂઠા આરોપ લાગી શકે છે. 
પંચકમાં શુ ન કરવું  
1. પંચક દરમિયાન જે સમયે ઘનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધણ એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે. 
 
2. પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય, તે સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવુ વિદ્વાનો માને છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ થાય છે. 
 
3. શાસ્ત્રો પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી વર્જિત છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવી છે. તેથી આ દિશામાં યાત્રા કરવાથી બચવુ જોઈએ. 
 
4. પંચકમાં બેડ બનાવડાવવો પણ અશુભ માનવામાં આવે છે. વિદ્વાનો મુજબ આવુ કરવાથી કોઈ મોટુ સંકટ ઉભુ થઈ શકે છે. 
 
5. પંચકમાં શવના અંતિમ સંસ્કાર કરતા પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવુ ન થઈ શકે તો શબની સાથે પાંચ પૂતળા લોટના કે કુશ (એક પ્રકારની ઘાસ)થી બનાવીને અર્થી પર મુકવા જોઈએ અને આ પાંચનુ પણ લાશની જેમ જ પૂર્ણ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તો પંચક દોષ સમાપ્ત થઈ જાય છે. આવુ ગરુડ પુરાણમાં લખ્યુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, રસોડામાં તવાને આ રીતે રાખવું. 12 કામની વાત