Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

Nirjala Ekadashi Puja Muhurat: બધા વ્રતમાં શ્રેષ્ઠ છે નિર્જલા એકાદશીનું વ્રત, પણ તેને પૂર્ણ કરવુ સહેલુ નથી

Nirjala Ekadashi Puja Muhurat
, સોમવાર, 1 જૂન 2020 (20:31 IST)
નિર્જલા એકાદશી વ્રતનો લાભ 24 એકાદશીના ઉપવાસ સમાન ગણવામાં આવે છે.  નિર્જલા એકાદશી 2 જૂન મંગળવાર છે. આ વ્રતનું પાલન કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી માન્યતા છે. 
મુશ્કેલ વ્રત છે 
 
નિર્જલા એકાદશી વ્રત એક મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. આ વ્રતમાં માત્ર ભોજનનો જ  નહી પરંતુ જળનો પણ ત્યાગ કરવો  પડે છે. આ વ્રત દશમીના અંત પછી એકાદશીની તિથિના આરંભથી જ માનવામાં આવે છે અને આ દ્વાદશીની શરૂઆત થયા પછી  ઉપવાસનુ સમાપન થાય છે.
 
વ્રતની શરૂઆત 
એકાદશીની તારીખ શરૂ થઈ - બપોરે 02:57 (01 જૂન 2020)
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - બપોરે 12:04 (02 જૂન 2020)
 
વ્રતના પારણા 
 
વ્રત પૂર્ણ થવાને પારણ કહેવામાં આવે છે. એકાદશીના વ્રતમાં પારણાનું વિશેષ મહત્વ છે. તેની ખૂબ ધ્યાન રાખવુ પડશે. દ્વાદશીની તારીખ પૂરી થાય તે પહેલાં એકાદશી વ્રતના પારણા કરી  લેવા જોઈએ. ત્યારે જ આ વ્રતનો પૂરો લાભ મળે છે. બીજી બાજુ દ્વાદશી તિથિ હેઠળ પારણા ન કરવાને ખૂબ ખોટું માનવામાં આવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganga Dussehra- જાણો ગંગા દશેરાના દિવસે પૂજન અને ડુબકી લગાવવામાં 10ની સંખ્યાનો શું છે મહત્વ