Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળવારના પાવરફુલ મંત્ર - ઘર, ઓફિસ, કાર, બસ... જ્યા પણ હોય આ મંત્ર જરૂર વાંચો

hanuman mantra
, મંગળવાર, 12 ઑગસ્ટ 2025 (11:37 IST)
hanuman mantra
મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે સૌથી ખાસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પરંતુ આજે અમે તમને મંગળવારના એક શક્તિશાળી મંત્ર વિશે જણાવીશું, જેનો જાપ કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી હિંમત, શક્તિ, રક્ષણ, માનસિક સ્પષ્ટતા અને ઇચ્છા પૂર્ણતા જેવા ઘણા ફાયદા મળે છે. આ મંત્ર શારીરિક અને માનસિક શક્તિ આપે છે તેમજ જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. ચાલો જાણીએ આ ચમત્કારિક મંત્ર કયો છે.
 
મંગળવારનો પાવરફુલ મંત્ર  (Mangalwar Powerful Mantra)
'ૐ હં હનુમતે નમ:'  
હનુમાન ભગવાનને સમર્પિત આ નાનો મંત્ર ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે તેના જાપથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે  
 
મંત્રનો અર્થ શુ છે (Om Hanumate Namah Mantra Meaning)
ૐ એ એક પવિત્ર ધ્વનિ છે જે બ્રહ્માંડનુ પ્રતિનિધિત્વ કરે છે. 
હં  આ હનુમાનજીનો બીજ મંત્ર છે 
હનુમતે - આ હનુમાનજીને સંબોધિત છે. 
નમ : તેનો અર્થ છે "નમસ્કાર" કે "પ્રણામ"  
તેથી ૐ હં હનુમતે નમ:' મંત્રનો અર્થ છે "હુ હનુમાનજીને નમસ્કાર કરુ છુ"
 
આ મંત્રના જાપના લાભ
એવુ માનવામાં આવે છે કે આ મંત્ર વ્યક્તિને આંતરિક શક્તિ પ્રદાન કરે છે. જેનાથી તેઓ જીવનના પડકારોનો સામનો કરવામાં સક્ષમ હોય છે.   
એવું કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે.
આ મંત્ર મનને શાંત કરે છે અને એકાગ્રતા શક્તિમાં સુધારો કરે છે.
એવું કહેવાય છે કે આ મંત્રનો નિયમિત જાપ ભક્તની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
જાપ આત્માને ભગવાન સાથે જોડે છે, જેનાથી આધ્યાત્મિક જાગૃતિ વધે છે.
 
મંત્ર જાપ કરવાની યોગ્ય રીત 
મંત્રનો જાપ કરતા પહેલા, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. જો તમે ઘરે આ મંત્રનો જાપ કરી રહ્યા છો, તો શાંત અને પવિત્ર સ્થાન પસંદ કરો. આ મંત્ર સવારે કે સાંજે ગમે ત્યારે જાપ કરી શકાય છે. જો તમે બહાર હોવ, તો તમે ત્યાં પણ શાંત રહીને તમારા મનમાં આ મંત્રનો જાપ કરી શકો છો. રુદ્રાક્ષ અથવા તુલસીની માળાથી ઓછામાં ઓછા 108 વખત મંત્ર જાપ કરવો જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી પર બની રહ્યા છે અનેક શુભ યોગ, શ્રી કૃષ્ણના 3 રાશિઓ પર રહેશે વિશેષ કૃપા, દરેક કાર્યમાં મળશે સફળતા