વિવાહ સંબંધમાં મંગળ દોષ મુખ્ય અવરોધ હોય છે અને ઘણીવાર અજાણતા પણ મંગળવાળી કુંડળીને લઈને ઉહાપોહ ઉભો કરવામાં આવે છે અને જાતકનુ લગ્ન થઈ જ નથી શકતુ. મંગળ સ્વભાવથી તામસી અને ઉગ્ર ગ્રહ છે. આ જે સ્થાન પર બેસે છે તેનો પણ નાશ કરે છે. જેને જુએ છે તેને પણ નુકશાન કરે છે. ફક્ત મેષ અને વૃશ્ચિક રાશિ (સ્વગ્રહી) હોવાથી આ નુકશાન નથી કરતુ. જ્યારે કુંડળીમાં મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ કે દ્વાદશ સ્થાનમાં હોય તો તે પત્રિકા માંગલિક માનવામાં આવે છે.
- પ્રથમ સ્થાનનો મંગળ સાતમી દ્રષ્ટિથી સપ્તમને અને ચતુર્થ દ્રષ્ટિથી ચોથા ઘરને જુએ છે. આની તામસિક વૃત્તિથી વૈવાહિક જીવન અને ઘર બંને પ્રભાવિત થાય છે.
- ચતુર્થ મંગલ માનસિક સંતુલન બગાડે છે, ગૃહ સૌખ્યમાં બાધા પહોંચાડે છે જીવનને સંઘર્ષમય બનાવે છે. ચોથી દ્રષ્ટિથી આ સપ્તમ સ્થાન મતલબ વૈવાહિક જીવનને પ્રભાવિત કરે છે.
- સપ્તમ મંગલ જીવનસાથી સાથે મતભેદ ઉભો કરે છે અને મતભેદ અનેક વાર છુટાછેડા સુધી પહોંચી શકે છે.
- અષ્ટમ મંગલ સંતતિ સુખને પ્રભાવિત કરે છે. જીવનસાથીની આયુ ઓછી કરે છે.
- દ્વાદશ મંગલ વિવાહ અને શૈયા સુખને નષ્ટ કરે છે. વિવાહથી નુકશાન અને શોકનો કારક છે.
મંગળનો દોષ ક્યારે નષ્ટ થાય છે ?
* મંગલ ગુરૂની શુભ દ્રષ્ટિમાં હોય
* કર્ક અને સિંહ લગ્નમાં (મંગલ રાજયોગકારક ગ્રહ છે)
* ઉચ્ચ રાશિ (મકર)માં હોવાથી
* સ્વ રાશિનો મંગળ હોવાથી
* શુક્ર ગુરૂ અને ચંદ્ર શુભ હોવાથી પણ મંગળનો પ્રકોપ ઓછો થઈ જાય છે.
* પત્રિકા મિલાન કરતી સમયે જો બીજા જાતકની કુંડળીમાં આ સ્થાનો પર મંગળ, શનિ કે રાહુ હોય તો આ દોષ ઓછો થઈ જાય છે.