Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 17 February 2025
webdunia

ગણપતિ નો થાળ

ganpati no thal
, શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (16:05 IST)
જમવાંને પધારો  ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
મેં તો રસોઈ મારાં હાથે બનાવી ..(૨)
પ્રેમે જમાડું ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
ભાતરે ભાતનાં ભોજન બનાવ્યા ..(૨)
વિધવિધનાં પકવાન રે ...મારાં પ્રેમની થાળી
જળ રે જમનાની મેં તો, જાળી ભરી લાવી ..(૨)
આચમન કરોને ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
લવિંગ સોપારીને પાનનાં બિલડાં ...(૨)
મુખવાસ કરોને ગજાનંદ રે ...મારા પ્રેમની થાળી
અંતરનું આસન આપું અલબેલાં ..(૨)
બાલકનાં જીવન પ્રાણ રે મારાં પ્રેમની થાળી
રિધ્ધી સિધ્ધીનાં સ્વામી ગજાનંદ ..(૨)
એ તમપર જાવ બલિહાર રે ...મારાં પ્રેમની થાળી
જમવાં  પધારોને ગજાનંદ રે મારાં પ્રેમની થાળી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Holi 2024- હોળી ક્યારે છે, જાણો શુભ મુહુર્ત