rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાયત્રીના મંત્રમાં છિપાયો છે દરેક મુશ્કેલીનો હલ

ગાયત્રી મંત્ર
ચાર વેદ મળીને બનતા ગાયત્રી મંત્રનુ ઉચ્ચારણ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે.  આ મંત્રનો જાપ કરવાથી શરીર નિરોગ બને છે. અને માણસને યશ પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તિ પણ થાય છે. 
 
ગાયત્રી મંત્ર 
 
ૐ ભૂભુર્વ સ્વ: 
તત્સવિતુર્વરેણ્યં 
ભર્ગો દેવસ્ય: ધીમહિ 
ધિયો યો ન પ્રચોદયાત 
 
ગાયત્રી મંત્રનો અર્થ 
 
ભગવાન સૂર્યની સ્તુતિમાં ગાવામાં આવતા આ મંત્રનો અર્થ આ પ્રકારનો છે.... એ પ્રાણસ્વરૂપ, દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંત:કરણમાં ધારણ કરો. તે પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે. 
 
મંત્રના દરેક શબ્દની વ્યાખ્યા 
ગાયત્રી મંત્ર પહેલા નૌ શબ્દ પ્રભુના ગુણોની વ્યાખ્યા કરે છે. 
ૐ - પ્રણવ 
ભૂર - મનુષ્યને પ્રાણ પ્રદાન કરનારા 
ભુવ - દુખોનો નાશ કરનારા 
સ્વ: - સુખ પ્રદાન કરનારા 
તત - તે સવિતુર = સૂર્યની જેમ ઉજ્જવળ 
વરેણ્યં - સૌથી ઉત્તમ 
ભર્ગી - કર્મોનો ઉદ્ધાર કરનારો 
દેવસ્ય - પ્રભુ 
ધીમહિ - આત્મ ચિંતનના યોગ્ય (ધ્યાન) 
ધિયો - બુદ્ધિ, યો = જે ન = અમારી 
પ્રચોદયાત - અમને શક્તિ આપો (પ્રાર્થના) 
 
ક્યારે કરો ગાયત્રી મંત્રનો જાપ 
 
આમ તો આ ખૂબ જ સરળ મંત્રને ક્યારેય પણ વાંચી શકાય છે પણ શાસ્ત્રો મુજબ તેને દિવસમાં ત્રણ વાર જાપ કરવો જોઈએ. 
- સવારે સૂર્યોદય પહેલા અને સૂર્યોદય સુધી 
-  પછી ફરીથી બપોરે 
-   પછી સાંજે સૂર્યાસ્તના થોડીવાર પહેલા જાપ શરૂ કરવો જોઈએ. 
 
ગાયત્રી મંત્રના ફાયદા 
 
હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રને વિશેષ માન્યતા પ્રાપ્ત છે. અનેક શોધ દ્વારા એ પણ પ્રમાણિત કરવામાં આવ્યુ છે કે ગાયત્રી મંત્રના જાપથી અનેક ફાયદા પણ થાય છે. જેવા કે માનસિક શાંતિ, ચેહરા પર ચમક ખુશીની પ્રાપ્તિ , ઈન્દ્રિયો સારી રહે છે. ગુસ્સો ઓછો આવે છે અને બુદ્ધિ તેજ થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

108 નંબરને હિન્દુ ધર્મમાં કેમ શુભ માનવામાં આવે છે ?