Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાનને અર્પિત કરો આ વસ્તુ, જીવનમાંથી Tension થઈ જશે છૂ મંતર

ભગવાનને અર્પિત કરો આ વસ્તુ, જીવનમાંથી Tension થઈ જશે છૂ મંતર
, ગુરુવાર, 1 જૂન 2017 (08:42 IST)
શ્રી વરાહ પુરાણમાં વર્ણિત પ્રસંગ મુજબ જ્યારે દેવી ભૂમિએ શ્રી વિષ્ણુના અવતાર ભગવાન વરાહને મધુપર્ક(પંચામૃત)  અને તેની પૂજન કરવાના લાભ વિશે જાણવા માંગ્યુ તો તેમણે બતાવ્યુ. મધુપર્ક પુરૂષનો જન્મ તેમના શરીરના દક્ષિણ ભાગથી થયો છે. જે ભક્ત મને પ્રેમપૂર્વક પંચામૃત અર્પિત કરી તેનુ દાન કરે છે અને ખુદ પણ તેનુ સેવન કરે છે. તેને જીવનમાં ક્યારેય કોઈ દુખ આવતુ નથી.  તે પોતાનુ સંપૂર્ણ જીવન ચિંતાઓથી મુક્ત થઈને વ્યતિત કરે છે.  સંસાર સુખ ભોગ્યા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
શુ છે મધુપર્ક 
 
ગૂલરની લાકડીના વાસણમાં મધ દહી અને ઘી ને એક સમાન માત્રામાં મિક્સ કરીને મધુપર્ક બનાવાય છે. તમારી પાસે મધ ન હોય તો તેના સ્થાન પર ગોળ પણ નાખી શકાય છે. 
 
કેટલાક સ્થાન પર પંચામૃતને પણ મધુપર્ક કહીને સંબોધિત કરવામાં આવે છે. પંચામૃતનો અર્થ છે પાંચ અમૃતોને એકત્ર કરીને બનાવેલ એક અમૃત. તેમા દૂધની માત્રાથી અડધુ દહી, દહીની માત્રાથી અડધુ ઘી, ઘીની માત્રાથી અડધુ મધ અને મધની માત્રાથી અડધી ખાંડ મિક્સ કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. 
 
મતલબ 500 મિલીલીટર દૂધ હોય તો 250 દહી.. 125 ગ્રામ ઘી.. 75 ગ્રામ મધ અને 40 ગ્રામ ખાંડ.. 
 
પંચામૃત દેવી-દેવતાઓને ખૂબ પ્રિય હોય છે. 
 
વૈજ્ઞાનિક આધાર 
 
વૈજ્ઞાનિક રીતે પણ તેના અનેક લાભ છે. ચેહરો કાંતિમય થાય છે અને ગજબની ચમક પૈદા થવા માંડે છે. પેટ સંબંધિત વિકાર દૂર થાય છે.  અલ્સરથી ગ્રસ્ત વ્યત્કિને સંજીવની બુટી સમાન પ્રભાવ આપે છે. તેમા રહેલા દેશી ઘી થી શરીરને વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વ મળે છે.  જે આપણા શરીર માટે ખૂબ લાભકારી હોય છે. દેશી ઘી માં શોર્ટ ચેન ફૈટી એસિડ હોવાથી આ જલ્દી પચી જાય છે અને શરીરમાં ચરબી વધતી નથી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu Dharm - આ સમયે કરવામાં આવેલી Wish જરૂર થાય છે પૂરી