Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારી શ્રીમંત બનવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ પૂજન

તમારી શ્રીમંત બનવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ પૂજન
, ગુરુવાર, 21 મે 2015 (12:35 IST)
વ્યવસાયિક ક્ષેત્રોમાં દિવસે બેગુણી અને રાત્રે ચારગણી સફળતા મેળવવામાં દેવી લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી છે. જે લોકો શ્રીમંત બનવા માંગે છે તેઓ આ રીતે પૂજન કરે. 

 
પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર કેસર મેળવેલ ચંદનથી અષ્ટદળ બનાવીને તેના પર ચોખા મુકી જળ કળશ મુકે(પાણી ભરેલ લોટો).  કળશની પાસે હળદરથી કમળ બનાવીને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્ર પણ મુકો. કમળના ફૂલથી પૂજન કરો. આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા મીઠાઈ, ફળ પણ મુકો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ રૂપોની આ મંત્રો સાથે કંકુ, અક્ષત અએન ફૂલ ચઢાવતા પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને ઘી ના દિવાથી પૂજા કરી નૈવૈદ્ય કે ભોગ ચઢાવો. મહાલક્ષ્મીજીની આરતી કરો. 
 
 
यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः।
 
सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे॥
 
 
મંત્રનો અર્થ - હે મહાદેવી લક્ષ્મી જે ભક્ત તમારા નયન કટાક્ષોની વિધિપૂર્વક પૂજા કરે છે તેને ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના હ્રદયમાં નિવાસ કરનારી હે લક્ષ્મી હુ મારા શબ્દો અને કર્મો સહિત તમને દંડવત પ્રણામ કરુ છુ. 
 
કનકધારા સ્તોત્રનો આ મંત્ર પરમપૂજ્ય શંકરાચાર્યની કૃતિ છે. 

Share this Story:

Follow Webdunia gujarati