હનુમાન જયંતી પર વાંચો સરળ પૂજન વિધિ(See Video)

ગુરુવાર, 18 એપ્રિલ 2019 (12:55 IST)
હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર હનુમાનજીની પૂજા હોય છે પણ શ્રીરામ અને સીતાજીનો પણ પૂજન સ્મરણ કરાય છે. 
 
વ્રતની રાત્રે ધરતી પર સૂવાથી પહેલા ભગવાન રામ અને માતા સીતા સાથે હનુમાનજીનો સ્મરણ કરવું. જો આ દિવસે બ્રહ્મચર્યનો પાલન કરી શકો તો સારું રહેશે. 
સવારે જલ્દી ઉઠીને ફરી રામ-સીતા અને હનુમાનજીને યાદ કરવું. 
જલ્દી સવારે સ્નાન ધ્યાન કરી હાથમાં ગંગાજળ લઈ વ્રતનો સંકલ્પ કરવું. સાફ-સુથરા વસ્ત્રમાં પૂર્વ દિશાની તરફ ભગવાન હનુમાનજીની ફોટાને સ્થાપિત કરવું. વિનમ્ર ભાવથી બજરંગબળીની પ્રાર્થના કરવી. ધ્યાન રાખો કે મનમાં કોઈ કુવિચાર ન આવે. તે પછી ષોડશોપચારની વિધિ-વિધાનથી શ્રી હનુમાનજીની આરાધના કરવી. 
 
હનુમાનજીની પૂજામાં હનુમત કવચ મંત્રનો જાપ જરૂર કરવું. કવચ મંત્રનો જાપ તરત ફળદાયી હોય છે. તેનાથી તેમનો આશીર્વાદ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ જરૂર કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો