Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂવારનુ વ્રત - 7 ગુરૂવાર સુધી 7 વાર વાંચો આ મંત્ર, દરેક ઈચ્છા થશે પુરી

ગુરૂવારનુ વ્રત - 7 ગુરૂવાર સુધી 7 વાર વાંચો આ મંત્ર, દરેક ઈચ્છા થશે પુરી
, ગુરુવાર, 14 માર્ચ 2019 (09:40 IST)
ગુરૂવારનુ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ગુરૂવારનો દિવસ શ્રી હરિ વિષ્ણુજીની પૂજાનુ વિધાન છે. અનેક લોકો બૃહસ્પતિદેવ અને કેળાના ઝાડની પૂજા પણ કરે છે. બૃહસ્પતિદેવને બુદ્ધિનુ કારક માનવામાં આવે છે. કેળાના ઝાડને હિન્દુ ધર્મ મુજબ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. 
 
બૃહસ્પતિવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. અગ્નિ પુરાણ મુજબ ગુરૂવારનુ વ્રત અનુરાશા નક્ષત્ર યુક્ત ગુરૂવારથી શરૂ થઈને સતત 7 ગુરૂવાર સુધી કરવુ જોઈએ. દર ગુરૂવારે 7 વાર ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરવુ જોઈએ. પૂજા પછી કથા સાંભળવી જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો, પીળા ફળનો પ્રયોગ કરવો જોઈએ.  માન્યતામુજબ આ દિવસે એક વાર ફરી મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ.  ભોજનમાં ચણાની દાળનો પણ પ્રયોગ કરી શકાય છે. 
webdunia
આ દિવસે સવારે જલ્દી ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. બૃહસ્પતિદેવનુ ધ્યાન કરવુ જોઈએ. ત્યારબાદ ફળ, ફુલ, પીળા વસ્ત્રોથી ભગવાન બૃહસ્પતિદેવ અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. પ્રસાદના રૂપમાં કેળા ચઢાવવા શુભ માનવામાં આવે છે પણ આ કેળાને દાનમાં જ આપવા જોઈએ. સાંજના સમયે બૃહસ્પતિવારની કથા સાંભળવી જોઈએ અને મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ. 
webdunia
ગુરૂવારનુ વ્રત પુર્ણ શ્રદ્ધાભાવથી કરતા વ્યક્તિનો ગુરૂ ગ્રહનો દોષ ખતમ થઈ જાય છે અને ગુરૂ કૃપા પ્રાપ્ત થાય છે.  આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધા સુખોની પ્રાપ્તિ થય છે. વ્રત કરનારા જાતકે આ ધ્યાન રાખવુ જોઈએ કે આ દિવસે વાળ ન કપાવશો  કે ન તો દાઢી બનાવશો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી હોળાષ્ટક શરૂ, ન કરશો આ કામ (જુઓ વીડિયો)